ગોહિલવાડ સ્ટેટની જૂની રાજધાની અને પ્રાચીન-અર્વાચીન સભ્ય સંસ્કૃતિનું ધબકતું શહેર એટલે પૂર્વેનું સિંહપુર અને વર્તમાન નામે સિહોર આ સિહોર આદિકાળમાં ઋષિ-મૂનિઓની તપોભૂમિ કહેવાય છે રાજ્ય માં આવેલ અનેક પ્રાચિન નગરોનો તમામ ક્ષેત્રે વિકાસ થયો પરંતુ આ શહેરોની તુલનાએ સિહોરનો કંઈ ખાસ વિકાસ થયો નથી ડુંગરમાળની તળેટીમાં વસેલ સિહોરનો નઝારો ડુંગર પરથી નિહાળતાં જ ઈતિહાસ અને અતિતનો ફર્ક નજરોનજર નિહાળી શકાય છે.