આજે ભાવનગરમાં ૩૨૨ નવા કોરોનાના કેસ નોંધાયા, ૨૩૬ કોરોનાને માત આપી, જ્યારે આજે ૨ ના મોત

322

શહેરમાં ૨૯૦૩ અને ગ્રામ્યમાં ૩૨૬ દર્દીઓ મળી કુલ ૩૨૨૯ એક્ટિવ કેસ
સતત ત્રીજા દિવસે પણ મોતનો સિલસિલો યથાવત રહ્યો હતો,ભાવનગરમાં કોરોનામાં ત્રણ દિવસમાં પાંચ મોત થતા ફફડાટ ફેલાયો છે, જેમાં શહેર માં કળિયાબીડ વિસ્તારમાં રહેતા ૬૧ વર્ષીય વૃદ્ધ પુરુષનું મોત થયું હતું, જયારે બીજું ગ્રામ્યમાં તળાજાના ભંડારીયા ગામે ૫૮ વર્ષીય પુરુષનું મોત નીપજ્યું હતું. ભાવનગર જિલ્લામાં આજે ૩૨૨ કેસ નોંધાતા હાહાકાર મચ્યો છે, જેને લઈ ભાવનગર શહેરમાં આજે ૨૯૫ નવા કેસ નોંધાયા હતા જેમાં ૧૯૬ પુરુષનો અને ૯૯ સ્ત્રીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જયારે ૨૦૨ દર્દીઓ કોરોનાને માત આપી હતી, જયારે ગ્રામ્યમાં પણ ૨૭ કેસ નોંધાયા હતા, જેમાં ૧૯ પુરુષનો અને ૮ સ્ત્રીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જ્યારે ૩૪ દર્દીઓ કોરોનાને માત આપી હતી, જયારે શહેર અને ગ્રામ્યમાં એક-એક નું મોત થયું હતું. ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૨૦૨ અને તાલુકાઓમાં ૩૪ કેસ મળી કુલ ૨૩૬ કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ દર્દીને આજરોજ હોમ આઈસોલેશનમાં રહેવા માટે હોસ્પિટમાંથી રજા આપવામાં આવી હતી. આમ, શહેરમાં દર્દીની સંખ્યા વધીને ૨૯૦૩ પર પોહચી છે. જ્યારે ગ્રામ્યમાં ૩૨૬ દર્દી મળી કુલ ૩૨૨૯ એક્ટિવ કેસ થયા છે. ભાવનગર જિલ્લામાં નોંધાયેલા ૨૭ હજાર ૦૧૬ કેસ પૈકી હાલ ૩૨૨૯ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં જિલ્લામાં ૩૧૧ દર્દીઓનું અવસાન થયું છે.

Previous articleભાવનગરમાં યુવતીને મોબાઈલમાં મેસેજ કરવા મુદ્દે મારામારી, એક મહિલા સહિત 4ને ઈજા
Next articleકોલ્ડવેવ : ૩૬ કલાકમા લઘુતમ તાપમાન ૧૦ ડિગ્રી ડાઉન