૧૫૦૦૦ ફૂટ પર ગર્વથી તિરંગો લહેરાવ્યો
નવીદિલ્હી,તા.૨૭
દેશભરમાં ૭૩મા ગણતંત્ર દિવસની ધામધૂમથી ઉજવવામાં આવી હતી. આ અવસર પર દેશના વિવિધ ભાગોમાંથી ભારતીય સેનાના જવાનોની હિંમત દર્શાવતા અને તેમના તરફથી ગણતંત્ર દિવસની ઉજવણી કરતા વીડિયો પણ સામે આવી રહ્યા છે. દરમિયાન, ભારત-તિબ્બત બોર્ડર પોલીસ (આઇટીબીપી)ના જવાનોએ લદ્દાખમાં માઈનસ ૪૦ ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં ૧૫,૦૦૦ ફૂટની ઊંચાઈએ ભારતના ૭૩મા ગણતંત્ર દિવસની ઉજવણી કરી હતી. બીજી તરફ ઉત્તરાખંડના કુમાઉ વિસ્તારમાં આઇટીબીપીના જવાનોએ ૧૨૦૦૦ ફૂટની ઉંચાઈ પર તિરંગો લહેરાવ્યો હતો.
ટિ્વટર હેન્ડલ પર ઘણા વીડિયો શેર કર્યા છે. જેમાં ભારત-તિબ્બત બોર્ડર પોલીસના જવાનો દેશની અલગ-અલગ સરહદો પર તિરંગો લહેરાવતા જોઈ શકાય છે. બરફ આ લોહી જામી જાય એવા મોસમને વધુ જોખમી બનાવે છે. પરંતુ વીડિયોમાં જોઈ શકાય છે કે જવાન અલગ-અલગ બોર્ડર પર તૈયાર હોવા છતાં. પરંતુ તેઓ બધા સમાન ભાવના ધરાવે છે. આ વીડિયો જોયા બાદ લોકો ભારતીય જવાનોના જોરદાર વખાણ કરી રહ્યા છે. ૧૯૬૨માં સ્થપાયેલ,આઇટીબીપી ભારત-ચીન સરહદોની ૩૪૮૮ કિમીની સુરક્ષા માટે તૈનાત છે. આ પર્વતમાળાઓ ગંભીર ભૂપ્રદેશ અને હવામાનના પડકારોનો સામનો કરે છે જ્યાં દેશની હિમાલયની સરહદો પર નજર રાખવા માટે બહાદુર આઇટીબીપી જવાનો ચોવીસ કલાક તૈનાત હોય છે.આઇટીબીપી એક પર્વત પ્રશિક્ષિત દળ છે અને તેના તમામ કર્મચારીઓને વ્યાવસાયિક પર્વતારોહકો ગણવામાં આવે છે. જે દેશની સર્વોચ્ચ સરહદોની સુરક્ષામાં સૌથી મહત્વની ભૂમિકા ભજવે છે. ગણતંત્ર દિવસ નિમિત્તે જમ્મુ-કાશ્મીરથી કન્યાકુમારી સુધી કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં રાજપથ પર ગણતંત્ર દિવસ પરેડનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ વખતે પ્રજાસત્તાક દિવસની પરેડમાં કેટલીક વસ્તુઓ પહેલીવાર જોવા મળશે. આ ખાસ અવસર પર દિલ્હીમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. આ વખતે દેશ આઝાદીના ૭૫ વર્ષ પણ પૂર્ણ કરી રહ્યો છે. જેને ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ તરીકે પૂરા ઉત્સાહ સાથે ઉજવવામાં આવી રહ્યો છે.