હિન્દુ સમાજે મૌન રેલી યોજી મામલતદારને આવેદનપત્ર આપ્યુ,ફાસ્ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી આરોપીઓને ફાંસીની સજા આપવાની માંગ કરી
ધંધુકા શહેરમાં માલધારી યુવાન કીશન શિવાભાઈ બોળીયા ની જાહેરમાં ગોળી મારી હત્યા કરવામાં આવતા હિન્દુ સમાજમાં ભારે રોષ ફેલાયો હતો.
માલધારી યુવાનના હત્યાના પડઘા અનેક ગામોમાં પડ્યા છે.ત્યારે બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં ધંધુકામાં થયેલ હત્યા ને મામલે હિન્દુ સમાજે આ ઘટના ને વખોડી કાઢી આજરોજ હિન્દુ સમાજ દ્વારા રાણપુર બંધ નું એલાન આપવામાં આવ્યુ હતુ અને મૌન રેલી યોજી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ.માલધારી ચોક ખાતે રેલી માં હાજર તમામ લોકોએ બે મિનીટ મૌન પાળી કિશનમાઈ બોળીયા ને શ્રધાંજલિ આપવામાં આવી હતી.હિન્દુ સમાજ દ્વારા આપવામાં આવેલ રાણપુર બંધ ના એલાન માં રાણપુર શહેર સવારથીજ જડબેસલાક સજ્જડ બંધ રહ્યુ હતુ.રાણપુર શહેરની તમામ બજારો તેમજ દુકાનો,લારી,ગલ્લા સહીત તમામ ધંધા રોજગાર સ્વયંભૂ બંધ રહ્યા હતા અને આ દરમ્યાન રાણપુર માર્કેટીંગ યાર્ડ થી મામલતદાર કચેરી સુધી મૌન રેલી યોજવામાં આવી હતી જેમાં રાણપુર તાલુકામાંથી આશરે 2000 કરતા વધુ લોકો મૌન રેલી માં જોડાયા હતા અને મામલતદાર ને આવેદનપત્ર આપી આ હત્યા માં સામેલ તમામને ઝડપી લઈ ફાસ્ટ્રેક કોર્ટ માં તાત્કાલિક કેસ ચલાવી કડક માં કડક ઝડપથી ફાંસી ની સજા થાય તેવી માંગણી સાથે હિન્દુ સમાજ દ્વારા ભારે રોષ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ.રાણપુર બંધના એલાન ને લઈને તમામ ધંધા રોજગાર બંધ રહ્યા હતા.હિન્દુ સમાજ દ્વારા આપવામાં આવેલ રાણપુર બંધના એલાન ને રાણપુર મુસ્લિમ સમાજે સમર્થન આપ્યુ આપી તમામે પોતાના વેપાર ધંધા બંધ રાખ્યા હતા.બંધના એલાન વચ્ચે મૌન રેલી યોજાઈ હતી.બંધના એલાન અને મૌન રેલી દરમ્યાન કોઈ અનિચ્છીનીય બનાવ ન બને તે માટે ઠેર-ઠેર પોલીસ નો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.અને પોલીસ દ્વારા રાણપુરના દરેક વિસ્તારોમાં સતત પેટ્રલિંગ કરવામાં આવ્યુ હતુ.
તસવીર-વિપુલ લુહાર,રાણપુર