હિન્દુ સંગઠનો દ્વારા ભારે વિરોધ પ્રદર્શન સાથે મામલતદારને આવેદન અપાયુ
કિશન ભરવાડની નજીવી બાબતે જાહેર મા ગોળી મારી હત્યા કરી દેવાની ઘટના સામે આવી છે . જેના લીધે હિન્દુ સંગઠનમા ભારે રોષ જોવા મળી રહ્યો છે, યુવકે મૂકેલા વિડિયોમા કોઈ વિવાદાસ્પદ બાબત ન હોવા છતા પણ એને મોતને ઘાટ ઉતરી દેવામા આવ્યો છે, આ ઘટનાને લઈમમ લઇને આરોપીને ફાસી આપવા માટેની માંગ રાજ્યભરમાં હર એક શહેરમાં આવી રહી છે
, કિશન ભરવાડની હત્યાને લઇને આજ રોજ વલ્લભીપુરમા પડઘા પડ્યા છે , વલ્લભીપુર આજ રોજ સ્વૈચ્છિક સજ્જડ બંધ રહ્યું હતું અને વલ્લભીપુરના તમામ જ્ઞાતિના આગેવાનો વેપારી સંગઠન ભાજપ , કોંગ્રેસ, આમ આદમી પાર્ટી , વિશ્વ હિંદુ પરિષદના આગેવાનોની ઉપસ્થિતિમા મૌન રેલી કાઢી મામલતદાર કચેરીએ આવેદન પત્ર પાઠવ્યું હતુ , હત્યાના વિરોધમા કાર્યકરોએ સૂત્રોચાર દ્વારા રોષ પ્રદર્શિત કરવામા આવ્યો હતો .હત્યાના વિરોધમા આરોપીઓને પકડીને તાત્કાલિક શિક્ષાત્મક પગલાં લેવાઇ તેવી માંગ કરવામાં આવી રહી છે. નજીવી બાબતમાં યુવકની હત્યા કરી દેવામા આવે એ યોગ્ય નથી , એ પ્રકારની માંગ હિન્દુ સંગઠન કરી રહ્યા છે.