ગાંધીજીના નિર્વાણદિન નિમિતે ટ્રાફિક પોલીસે સિંગલ પોઈન્ટ પર સફાઈ અભિયાન હાથ ધરી લોકોને ટ્રાફિક અંગે માહિતી આપી જાગૃત કરાયા

81

સવારે ૧૧ કલાકે જાહેર સ્થળોએ મૌન પાડી શ્રધ્ધાંજલિ અર્પી
ભાવનગર ટ્રાફિક પોલીસ દ્વારા ગાંધી નિર્વાણ દિન નિમિત્તે સિંગલ પર સફાઈ હાથ ધરી ટ્રાફિકના નિયમો અંગે લોકો ને માહિતગાર કરવામાં આવ્યા હતા અને ટ્રાફિક પોલીસ દ્વારા બરાબર ૧૧ કલાકે જાહેર સ્થળો જેવા કે ટ્રાફિક સિગ્નલ જગ્યાઓએ બે મિનિટનું મૌન પાળી ગાંધીજીને શ્રધ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા,

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના નિર્વાણ દિનની ભાવનગર સહિત સમગ્ર જિલ્લામાં વિવિધ સંગઠનો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી, આ ઉપરાંત વિવિધ સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓએ પણ મહાત્મા ગાંધીના વિચારો માટે આગે કૂચ કરી આ દિવસે ખાસ બાપુને યાદ કર્યા છે. ભાવનગર ટ્રાફિક શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર પી.ડી પરમાર, પી.એસ.આઈ આર.જે.રહેવર તેમજ ટ્રાફિક પોલીસ અને ટીઆરબી જવાનો દ્વારા રાધામંદિર સિગ્નલ પોઈન્ટ ઉપર બે મિનિટનું મૌન પાળવામાં આવેલ હતું અને રાષ્ટ્રપિતા ગાંધીજી પોતે સ્વચ્છતાના આગ્રહી હતા જેથી તેમને શ્રદ્ધાંજલિ સ્વરૂપે ટ્રાફિક સિગ્નલો ઉપર લોકોને ટ્રાફિક સિગ્નલો બાબતે જાગૃત કરવામાં આવ્યા હતા અને સ્ટોપ લાઈન, જીબ્રા ક્રોસિંગ વિગેરે જગ્યાએ સફાઇ ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હતી

Previous articleગાંધી નિર્માણ દિવસ નિમિત્તે કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા પુષ્પાંજલિ કરાઈ
Next articleઆગામી દિવસોમાં ડમ્પીંગ સાઈટ પર કચરો ભૂતકાળ બનશેઃ તંત્ર