શહેરમાં ૧૪૯૪ અને ગ્રામ્યમાં ૧૭૩ દર્દીઓ મળી કુલ ૧૬૬૭ એક્ટિવ કેસ
આજે એક અઠવાડિયા બાદ મોત નો સિલસિલો અટક્યો હતો, ભાવનગર જિલ્લામાં આજે ૧૪૮ કેસ નોંધાતા હાહાકાર મચ્યો છે, જેને લઈ ભાવનગર શહેરમાં આજે ૧૨૫ નવા કેસ નોંધાયા હતા જેમાં ૯૮ પુરુષનો અને ૨૭ સ્ત્રીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જયારે ૩૮૩ દર્દીઓ કોરોનાને માત આપી હતી, જયારે ગ્રામ્યમાં પણ ૨૩ કેસ નોંધાયા હતા, જેમાં ૧૬ પુરુષનો અને ૭ સ્ત્રીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જ્યારે ૨૮ દર્દીઓ કોરોનાને માત આપી હતી. ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૪૧૧ અને તાલુકાઓમાં ૨૮ કેસ મળી કુલ ૨૩૬ કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ દર્દીને આજરોજ હોમ આઈસોલેશનમાં રહેવા માટે હોસ્પિટમાંથી રજા આપવામાં આવી હતી. આમ, શહેરમાં દર્દીની સંખ્યા વધીને ૧૪૯૪ પર પોહચી છે. જ્યારે ગ્રામ્યમાં ૧૭૩ દર્દી મળી કુલ ૧૬૬૭ એક્ટિવ કેસ થયા છે. ભાવનગર જિલ્લામાં નોંધાયેલા ૨૮ હજાર ૪૩૯ કેસ પૈકી હાલ ૧૬૬૭ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં જિલ્લામાં ૩૨૨ દર્દીઓનું અવસાન થયું છે.