ચાલુ નાણાકીય વર્ષ માટે ગ્રોથ રેટ ૯.૨ ટકા રહેવાનો અંદાજ વ્યક્ત કરાયો, આર્થિક સર્વેક્ષણ રજૂ થયા બાદ લોકસભાની કાર્યવાહી સ્થગિત થઈ
નવી દિલ્હી, તા.૩૧
આજથી બજેટ સત્ર શરૂ થઈ ગયું. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અભિભાષણ બાદ નાણામંત્રી નિર્મલા સીતારમણે આર્થિક સર્વેક્ષણ રજૂ કર્યું. બજેટ સત્ર શરૂ થતા પહેલા આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મીડિયા સાથે વાત કરી. પીએમ મોદીએ કહ્યું કે વારંવાર ચૂંટણી સત્રને પ્રભાવિત કરે છે. ચૂંટણી પોતાની જગ્યાએ છે પરંતુ બજેટ સત્રનું પણ પોતાનું મહત્વ છે. ચૂંટણીના કારણે સંસદમાં ઉઠનારા મુદ્દાઓ પ્રભાવિત ન થવા જોઈએ. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અભિભાષણ બાદ લોકસભામાં નાણામંત્રી નિર્મલા સીતારમણે આર્થિક સર્વેક્ષણ રજૂ કર્યું. સમીક્ષામાં ચાલુ નાણાકીય વર્ષ માટે ગ્રોથ રેટ ૯.૨ ટકા રહેવાનો અંદાજ વ્યક્ત કરાયો. આગામી નાણાકીય વર્ષ માટે કહેવાયું કે અર્થવ્યવસ્થા વધવાનો દર ઘટીને ૮ થી ૮.૫ ટકા વચ્ચે રહી શકે છે. મુખ્ય નાણાકીય સલાહકાર વી. અનંત નાગેશ્વરન સાંજે આર્થિક સર્વેક્ષણને લઈને મીડિયાને સંબોધિત કરશે. લોકસભાની કાર્યવાહી આર્થિક સર્વેક્ષણ રજૂ થયા બાદ સ્થગિત થઈ ગઈ. ત્યારબાદ ૨.૩૦ વાગે રાજ્યસભાની કાર્યવાહી શરૂ થવાની છે. આર્થિક સર્વેક્ષણને ઉપલા ગૃહમાં પણ રજૂ કરાશે. રાજ્યસભામાં રજૂ કરાયા બાદ સમીક્ષા ૩.૩૦ વાગે યુનિયન બજેટના પોર્ટલ અને એપ પર ઉપલબ્ધ થશે.
આ વખતેનું આર્થિક સર્વેક્ષણ એક જ ભાગમાં છે. આ પહેલા સુધી આર્થિક સમીક્ષાના બે વોલ્યૂમ રહેતા હતા. ડિસેમ્બરથી સીઈએનું પદ ખાલી હોવાના કારણે આ વખતે સિંગલ વોલ્યૂમ આર્થિક સમીક્ષા તૈયાર કરાઈ છે. બજેટ સત્રની શરૂઆત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અભિભાષણથી થઈ છે. તેમણે દેશના વીરોને નમન કરીને અભિભાષણ શરૂ કર્યું. તેમણે કહ્યું કે કોરોનાએ મુશ્કેલીઓ વધારી છે. આજે ભારત સૌથી વધુ રસીકરણવાળા દેશોમાં સામેલ છે. તેમણે કહ્યું કે કોરોનાનો ત્રીજો ડોઝ અને યુવાઓનો પણ રસી અપાઈ રહી છે. સરકાર ભવિષ્યની તૈયારીઓમાં લાગી છે. આથી ૬૪ હજાર કરોડ રૂપિયાથી આયુષ્યમાન ભારત હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરાયું છે. આ ઉપરાંત તેમણે કહ્યું કે આ વર્ષે સરકારે ૨૩ જાન્યુઆરી નેતાજીની જયંતીથી ગણતંત્ર દિવસ સમારોહની શરૂઆત કરી છે. મારી સરકારનું માનવું છે કે દેશના સુરક્ષિત ભવિષ્ય માટે ભૂતકાળને યાદ રાખવો ને તેમાંથી શીખવું ખુબ જરૂરી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું કે ગુજરાતનું ગાંધીનગર રેલવે સ્ટેશન અને મધ્ય પ્રદેશમાં રાણી કમલાપતિ સ્ટેશન દેશની આધુનિક ભારતની નવી તસવીરો છે. દેશના ૮ શહેરોમાં નવી મેટ્રો સેવા શરૂ કરાઈ છે. આ સાથે તેમણે એમ પણ કહ્યું કે ભારતનો વિદેશી મુદ્રા ભંડાર ૬૩૦ બિલિયન ડોલર છે. ભારતમાં વિદેશી રોકાણ ઝડપથી વધી રહ્યું છે. નિકાસ પણ ઝડપથી વધી રહી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું કે દેશની સુરક્ષા મારી સરકારનું વિશેષ ધ્યાન છે. રક્ષે ક્ષેત્રમાં આત્મનિર્ભરતા પર સરકાર ભાર આપી રહી છે. ૨૦૨૦-૨૧માં ૮૭ ટકા ઉત્પાદનોમાં મેક ઈન ઈન્ડિયાને પ્રાથમિકતા આપવામાં આવી. ૨૦૯ એવા સામાનની સૂચિ બહાર પાડવામાં આવી જેને વિદેશથી ખરીદવામાં આવશે નહીં. તેમણે કહ્યું કે તેમની સરકારે દેશમાં સેમી કન્ડક્ટર, એડવાન્સ બેટરી સેલ અને ડિસ્પલેના ઉત્પાદન પર ધ્યાન આપ્યું છે. આ માટે હાલમાં જ ૭૬,૦૦૦ કરોડ રૂપિયાના પેકેજની પણ જાહેરાત કરાઈ છે. લઘુ અને મધ્યમ ઉદ્યોગ (સ્જીસ્ઈ) આપણી અર્થવ્યવસ્થામાં મેરુદંડ રહ્યા છે. કોરોનાકાળમાં તેમની મદદ માટે સરકારે ૩ લાખ કરોડ રૂપિયાની લોન આપી. તેનો લાભ લગભગ ૧૩.૫ લાખ નાના ઉદ્યોગોને મળ્યો. આ સાથે જ લગભગ ૧.૫ કરોડ લોકોને રોજગારી બચાવવામાં પણ મદદ મળી. બાદમાં આ લોનની સમય મર્યાદા વધારીને ૪.૫ લાખ કરોડ રૂપિયા કરવામાં આવી. રાષ્ટ્રપતિએ કહ્યું કે મહિલા સશક્તિકરણ મારી સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતાઓમાંથી એક છે. આપણે ઉજ્જવલા યોજનાની સફળતાના સાક્ષી છીએ. મુદ્રા યોજના હેઠળ મહિલાઓની ઉદ્યમિતા અને કૌશલને પ્રોત્સાહન મળ્યું છે. ’બેટી બચાવો, બેટી ભણાવો’ ના અનેક સકારાત્મક પરિણામો સામે આવ્યા છે. તેમણે કહ્યું કે ૧૧ કરોડથી વધુ ખેડૂત પરિવારોને ઁસ્-દ્ભૈંજીછદ્ગ ના માધ્યમથી ૧.૮૦ લાખ કરોડ રૂપિયા મળ્યા. કૃષિ ક્ષેત્રમાં મોટા ફેરફાર જોવા મળી રહ્યા છે. ભારતની કૃષિ નિકાસ ૩ લાખ કરોડ રૂપિયા પાર કરી ગયું છે. સરકારે ૪૩૩ લાખ મેટ્રિક ટનથી વધુ ઘઉની ખરીદી કરી, જેનાથી ૫૦ લાખથી વધુ ખેડૂતોને ફાયદો થયો. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું કે કોવિડના કારણે અનેક લોકોના જીવ ગયા. આવી પરિસ્થિતિઓમાં પણ કેન્દ્ર, રાજ્યો, ડોક્ટરો, નર્સો, વૈજ્ઞાનિકો અને આપણા સ્વાસ્થ્યકર્મીઓએ એક ટીમ તરીકે કામ કર્યું. હું તમામ સ્વાસ્થ્યકર્મીઓ અને ફ્રન્ટલાઈન વર્કર્સનો આભારી છું. તેમણે કહ્યું કે કોવિડ-૧૯ વિરુદ્ધની લડતમાં ભારતની ક્ષમતા રસીકરણ કાર્યક્રમમાં જોવા મળી. એક વર્ષથી પણ ઓછા સમયમાં આપણે રસીના ૧૫૦ કરોડથી વધુ ડોઝ આપવાનો રેકોર્ડ બનાવ્યો. આજે આપણે વધુ પ્રમાણમાં ડોઝ આપવાના મામલે દુનિયાના અગ્રણી દેશોમાંથી એક છીએ. આયુષ્યમાન ભારત કાર્ડથી ગરીબોને ફાયદો થયો. જન ઔષધિ કેન્દ્રમાં ઓછી કિંમતે દવાઓની ઉપલબ્ધતા પણ એક સારું પગલું હતું. રાષ્ટ્રપતિએ પોતાના અભિભાષણમાં કહ્યું કે ડોક્ટર બી આર આંબેડકરે કહ્યું હતું કે તેમનો આદર્શ સમાજ સ્વતંત્રતા, સમાનતા અને સદ્ભાવ પર આધારિત હશે. લોકતંત્ર ફક્ત સરકારનું એક સ્વરૂપ નથી, લોકતંત્રનો આધાર લોકો પ્રત્યે સન્માનની ભાવના છે. મારી સરકાર બાબા સાહેબ આંબેડકરના આદર્શોને પોતાના માર્ગદર્શક સિદ્ધાંત માને છે. તેમણે કહ્યું કે કોઈ પણ ભૂખ્યુ ઘરે પાછું ન ફરે તે સુનિશ્ચિત કરવા માટે મારી સરકાર દર મહિને પીએમ ગરીબ કલ્યાણ યોજના હેઠળ ગરીબોને મફત રાશન વિતરણ કરે છે. આજે ભારત દુનિયામાં સૌથી મોટો ખાદ્ય વિતરણ કાર્યક્રમ ચલાવી રહ્યું છે. આ યોજના માર્ચ ૨૦૨૨ સુધી લંબાવવામાં આવી છે. પીએમ મોદીએ કહ્યું કે આજથી બજેટ સેશન શરૂ થઈ રહ્યું છે. હું તમામ સાંસદોનું સત્ર માટે સ્વાગત કરું છું. આજની વૈશ્વિક સ્થિતિમાં ભારત માટે અનેક અવસરો છે. આ સત્ર દેશની આર્થિક પ્રગતિ, રસીકરણ કાર્યક્રમ, મેડ ઈન ઈન્ડિયા રસી વિશે દુનિયામાં વિશ્વાસ વધારશે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે આ સત્રમાં પણ ચર્ચા, ચર્ચાના મુદ્દા અને ખુલ્લા વિચારોવાળી ચર્ચા વૈશ્વિક પ્રભાવ માટે એક મહત્વપૂર્ણ અવસર બની શકે છે. મને આશા છે કે તમામ સાંસદો, રાજકીય પક્ષો ખુલ્લા મગજથી ગુણવત્તાવાળી ચર્ચા કરશે અને દેશને ઝડપથી વિકાસના પથ પર લઈ જવામાં મદદ કરશે. પીએમ મોદીએ કહ્યું કે એ સાચુ છે કે ચૂંટણી સત્ર અને ચર્ચા પર પ્રભાવ કરે છે પરંતુ મારી તમામ સાંસદોને અપીલ છે કે ચૂંટણી તો થતી રહેશે પરંતુ બજેટ સત્ર આખા વર્ષનું બ્લ્યૂપ્રિન્ટ છે. આપણે આ સત્રમાં જેટલી સારી ચર્ચા કરીશું, દેશને આર્થિક ઊંચાઈઓ પર લઈ જવા માટે એટલી જ તકો મળશે.