આઝાદીકા અમ્રુત મહોત્સવ અંતર્ગત રંગોળી મેકીંગ સ્પર્ધાનું આયોજન ભાવનગર જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંઘ દ્વારા કરવામાં આવેલ.તા-30 ને રવિવારનાં રોજ શહેરની સરકારી તથા ખાનગી શાળાનાં બાળકોએ વિદ્યાધિશ શાળા ખાતે ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં ઝાંસીની રાણી શ્રી.લક્ષ્મીબાઈ પ્રાથમિક શાળા.નં-49 ની ચૌઉદ સ્કાઉટ ગાઈડ બહેનોએ ભાગ લીધો હતો.લાકડાંનો સોલ,ચિરોડી,મીઠું જેવી વસ્તુઓનો ઉપયોગ કરી મનમોહક રંગોળીનું સર્જન કરેલું.સૌને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવેલ.શાળાનાં સ્કાઉટ કેપ્ટન શિતલબેન પરમારે સંપૂર્ણ તૈયારી કરાવી હતી.શાળાનાં આચાર્ય.જગદિશભાઈ બાંભણીયાએ સૌને અભિનંદન પાઠવેલ.