ભાવનગર રેલ્વે મંડળના રાજભાષા વિભાગ દ્વારા મંડળના અધિકારીઓ અને કર્મચારીઓના સાહિત્યિક રસને ઉજાગર કરવાના ઉદ્દેશ્ય સાથે અર્ધવાર્ષિક ઈ-મેગેઝિન “ઈ-સોમનાથ” બહાર પાડવામાં આવે છે. આ પત્રિકામાં, સાહિત્યિક રસ ધરાવતા લેખકોની રચનાઓ/કવિતાઓ/લેખ/વાર્તા પ્રકાશિત કરવામાં આવે છે. આ સર્જકોને પ્રોત્સાહિત કરવા માટે રેલવે પ્રશાસન દ્વારા પ્રચલિત પ્રણાલી અનુસાર માનદેય આપવામાં આવે છે. આ વખતે સપ્ટેમ્બર, ૨૦૨૧ના અર્ધવાર્ષિક અંકમાં, મંડળના ૫ કર્મચારીઓને તેમના કાર્યના પ્રકાશન બદલ માનદેય થી સન્માનિત કરવામાં આવ્યા હતા. કર્મચારીઓના નામ અને તેમની રચના નીચે મુજબ છે – શ્રી કમલેશ કુમાર શર્મા (લીઝિંગ ઈન્ચાર્જ – કોમર્સ) – મહામારિયોં ના પ્રકોપ અને ઈતિહાસ પર તેની અસર (લેખ), શ્રી અક્ષય એમ. દેસાઈ (સીનિયર સેક્શન ઈંજિનિયર, વેરાવળ) – ઔર મૈં જી ગયા (કવિતા), શ્રી ઉમેશ ચંદ (વરિષ્ઠ લિપિક, વેરાવળ) – રેલ સેવા (કવિતા), શ્રી નિલેશ કુમાર સિંહ (રેલ્વે સુરક્ષા બલ, ભાવનગર ટર્મિનસ) – રાષ્ટ્ર નિર્માણમાં યુવાનોનું યોગદાન (લેખ) અને શ્રી વિનોદ કુમાર મીણા (મુખ્ય નર્સિંગ અધીક્ષક ચિકિત્સા, ભાવનગર પરા) – અવચેતન મનના ચમત્કારો (લેખ).