તળાજા થી કામરોલ તરફ જતા રોડ ઉપર શોભાવડ ગામ નજીક બે બાઇક નો ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો જેમાં એક વ્યક્તિને સામાન્ય ઈજા પહોંચી હતી અને એક વ્યક્તિને ગંભીર ઇજાઓ થતાં તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું મૃતકનું નામ ચંદુભાઈ ભાનુશંકર મહેતા અને હાલ તળાજા શહેરમાં આવેલ અંબિકા એન્જિનિયરિંગ વર્કસ માં ઘણા સમયથી મજૂરી કામ કરતા હતા અને આજે તેઓનો બાઇક અકસ્માતમાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત થતા ચકચાર સાથે અરેરાટી મચી જવા પામી છે હાલ તેમના મૃતદેહને તળાજા ની સરકારી હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે બનાવને લઇને તળાજા પોલીસ ટીમ પણ હોસ્પિટલ ખાતે દોડી ગઈ અને જરૂરી કાર્યવાહી હાથ ધરી છે