ભાવનગરની ખોડીદાસ આર્ટ ગેલેરી ખાતે જાણીતા ચિત્રકાર નયના પટેલના કેનવાસ પેઈન્ટિંગનું પ્રદર્શન યોજાયું

71

બે દિવસીય ચિત્ર પ્રદર્શનમાં 51 ચિત્રો મૂકવામાં આવ્યા
ભાવનગરમાં સરદારનગર ખાતે આવેલા ખોડીદાસ પરમાર આર્ટ ગેલરી ખાતે કેનવાસ પેઇન્ટિંગ નું પ્રદર્શન બુધવાર અને ગુરુવાર એમ બે દિવસ માટે આયોજન કરવામાં આવ્યું છે, ભાવનગરના જાણીતા આર્ટિસ્ટ નયના પટેલ ના કેનવાસ પેઇન્ટિંગ નું પ્રદર્શન સરદાનગર ખોડીદાસ પરમાર આર્ટ ગેલેરી ખાતે બે દિવસીય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તેમના કેનવાસ પર કંડારેલા ચિત્રો નું પ્રદર્શન યોજાયું હતું અને 51 જેટલા ચિત્રો બનાવ્યાં છે. સરદારનગર ખોડીદાસ પરમાર આર્ટ ગેલેરી સરદાર નગર ખાતે તારીખ 2 અને 3 ફેબ્રુઆરી 2022ના રોજ સવારે 10:30 થી 1 અને બપોરે 4:30 થી 7 વાગ્યા સુધી આ પ્રદર્શન યોજશે, આર્ટિસ્ટ નયના પટેલ એ જણાવ્યું હતું કે હું છેલ્લા 25 વર્ષથી વધારે ચિત્ર પ્રદર્શન સાથે સંકળાયેલી છું મને અવનવું અને વેસ્ટમાંથી બેસ્ટ બનાવવુ છું, મેં ચિત્રમાં ખાસ તો ગામઠી, આર્ટ પેઈન્ટિંગ, એફસ્ટેક પેઇન્ટિંગ અને યુરોપિયન સ્ટાઇલના ચિત્રો મૂકવામાં આવ્યા છે.

Previous articleભાવનગરના ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના એલ.પી.જી. બોટલિંગ પ્લાન્ટ દ્વારા ઇમરજન્સી રિસ્પોન્સ ડ્રીલનું આયોજન
Next articleભાવનગર PGVCL વિભાગમાં એક્ઝિક્યુટિવ એન્જિનિયર પંડ્યાની કામગીરીને બિરદાવવામાં આવી