ભાવનગરમાં વિશ્વ કેન્સર ડે નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું, કેન્સર વિશે જાગૃતિ લાવવા 5 સ્થળોએ અભિયાન હાથ ધરાયું

91

વર્લ્ડ કેન્સર ડેની ઉજવણી ભાગ રૂપે નિદાન અને સારવાર કેન્સર સ્ક્રીંનીંગ કેમ્પનું આયોજન
ભાવનગર શહેરમાં વિશ્વ કેન્સર ડે નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્સર નિવારણ માટે જનજાગૃતિ અભિયાન, વ્યસન મુક્તિ પર જાહેર વક્તવ્ય અને વ્યસન મુક્તિ માટે પ્રતિજ્ઞા તેમજ સંકલ્પ જેવા ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને ઉત્કર્ષ માટે સદા અગ્રેસર તેમજ વિદ્યાર્થીઓમાં સમાજ પ્રત્યેની જવાબદારી અંગે સભાનતા કેળવાઈ અને સામાજિક જાગૃતતાના હેતુસહ જ્ઞાનમંજરી ગ્રુપ ઓફ કોલેજીસ દ્વારા અવારનવાર વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે. 4 ફેબ્રુઆરીના દિવસે સમગ્ર વિશ્વમાં કેન્સર જેવા રોગના પ્રાથમિક નિદાન, સારવાર અને નિવારણ અંગે જનજાગૃતિ  ફેલાય એ હેતુસહ “વિશ્વ કેન્સર દિવસ”ની ઉજવણી કરવામાં આવે છે. જ્ઞાનમંજરી ફાર્મસી કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા કેન્સર એક નિવારી શકાય તેવો સાધ્ય રોગ છે એવી સામાજિક જાગૃતતા સબબ એક જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને રેલીના અંતે શહેરના અલગ અલગ સર્કલ ઉપર વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ પ્રકારના સાઈન બોર્ડ, બેનર અને સ્લોગન દ્વારા સુજ્ઞ શહેરીજનોમાં કેન્સર નિવારણ અંગેની જાગૃતિ માટે સફળ પ્રયાસ કરવામાં આવ્યું હતું.
જ્ઞાનમંજરી કેમ્પસ ખાતેથી રેલીને જ્ઞાનમંજરી ફાર્મસી કોલેજના પ્રાધ્યાપક ડૉ. અરવિંદ લુંભાણી દ્વારા ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત શહેરના પ્રખ્યાત ડૉ. કેયુર પરમાર અને ડૉ. કેતન વ્યાસની મદદથી વિદ્યાર્થીઓ તેમજ જાહેર જનતા માટે વ્યસન મુક્તિ ઉપર વક્તવ્ય વેબિનારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તમાકુ, દારૂ તેમજ અન્ય નશાકારક પદાર્થના સેવનથી આરોગ્ય પર થતી હાનીકારક અસર તેમજ લાંબાગાળે પરિવાર તેમજ સમાજને થતી માઠી અસર ઉપર ચર્ચા કરવામાં આવી હતી. સંસ્થાના એક્ષિકયુટીવ ડીરેક્ટર ડૉ. નિમ્બાર્ક તરફથી દરેક વિદ્યાર્થીઓ તથા અધ્યાપક ગણને આ પ્રકારના સમાજિક જાગૃતતા માટેના કાર્યક્રમના આયોજન બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. વ્યસનમુક્ત કેમ્પસ અભિયાન અંતર્ગત અંતમાં વિદ્યાર્થીઓ દ્વારા દરેક પ્રકારના વ્યસનથી મુકત રહેવાના શપથ ગ્રહણ કરવામાં આવેલ અને સંકલ્પ કરવામાં આવેલ કે વ્યસન મુક્તિ માટેની જાગૃતિ માટે સતત  પ્રયત્નશીલ રહેશે. સમગ્ર કાર્યક્રમના સફળ આયોજન માટે પ્રો.અનિશ વોરા, ડૉ.અરવિંદ લુંભાણી, પ્રો. કૃણાલ ખીરૈયા, પ્રો. પ્રાંજલ ઉપાધ્યાય દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી, ભાવનગર સર તખ્તસિંહજી હોસ્પિટલ ખાતે વિવિધ વિભાગોમાં કેન્સરનાં રોગોનું નિદાન, સલાહ અને જરૂરી સારવાર માટે ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હોસ્પિટલનાં વિવિધ વિભાગોમાં મેડિસિન વિભાગ- ઓ.પી.ડી., સર્જરી વિભાગ, ગાયનેક વિભાગ, કાન, નાક, ગળા વિભાગ, દાત વિભાગ અને ફેફસાનાં વિભાગમાં આયોજન કરવામાં આવ્યું છે, આમ, વર્લ્ડ કેન્સર ભાગ રૂપે અને લોકોમાં જાગૃતિ કેળવાય તથા ઉજવણીની થીમ close the Care Gap – Everyone deserves access to Cancer Care સાર્થક થાય તે માટે આયોજન કરવામાં આવ્યું હતું.

Previous articleભાવનગરમાં NRI સાથે લવમેરેજ કરનાર યુવતીને અમેરિકા લઈ જવાના બદલે તરછોડી દેવાઈ, મહિલાએ પોલીસનું શરણું લીધું
Next articleગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા-આંબલામાં ખાતે બાળકો માટે આરોગ્ય વિષયક દ્વિવિધ કાર્યક્રમ યોજાયો