ભાવનગર, એલ સી બી સ્ટાફ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન હેડકોન્સ્ટેબલ અરવિંદભાઈ બારૈયા,પોલીસ કોન્સ્ટેબલ અલ્તાફ ભાઈ ગાહાને બાતમી મળેલ અગાઉ પાણીયાળીગામે રહેતા જયદેવભાઇ ભગતભાઇ રાવળ જેઓ પોતાનુ મકાન ખાલી કરીને ભુંભલીગામે ઘણા વર્ષથી જતા રહેલ છે તે નુ આ પાણીયાળી ગામ વાળુ બંધ મકાન આવેલ છે. તે મકાનના બાથરૂમમાં સુર્યરાજસિંહ મહીપતસિંહ ગોહીલ, ભગીરથસિંહ વનરાજસિંહ ગોહીલ રહે બન્ને પાણીયાળી ગામ તા તળાજા વાળાઓએ આ મકાનના બાથરૂમનો કબ્જો લઇ બાથરૂમમાં ભારતીય બનાવટનો પરપ્રાતીય ઇંગ્લીસ દારૂનો જથ્થો રાખી વેચાણ કરતા હતા. તેવી ચોક્કસ અને સચોટ બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ એલસી બી ટીમ ત્રાટકી રહેણાક મકાને ઉપરોકત બન્ને ઇમસો કે બીજુ કોઇ હાજર મળી આવેલ નહી ફરાર થઈ ગયા હતા આ મકાનનાં બાથરુમમાં ભારતીય બનાવટની ઇંગ્લીસ દારૂની પેટીઓ સહિત મુદ્દામાલ કબજે કરેલ અને અલંગ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એકટ હેઠળની કલમો મુજબ ફરિયાદ દાખલ કરાવવામાં આવેલ આ સમગ્ર કામગીરીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ્પેકટર વી વી ઓડેદરા, એન જી જાડેજા, ની સુચના અને માર્ગદર્શન અનુસાર હેડ કોન્સ ટેબલ અરવિંદભાઈ બારૈયા, મહીપાલસિંહ ગોહીલ, મહેન્દ્રભાઇ ચૌહાણ, પોલીસ કોન્સટેબલ અલ્તાફભાઇ કાસમભાઇ ગાહા, ડ્રાઈવર હેડકોન્સ્ટેબલ સુરૂભા ગોહીલ, સહિત જોડાયેલ.