ટ્રાફીક પોલીસે વાહનો ડિટેઇન કરતા ફ્રુટ માર્કેટ ધડાધડ બંધ

110

ભાવનગર શહેર ટ્રાફિક પોલીસના ASI એ ફ્રુટ માર્કેટમાં વાહનો ડીટેઈન કરતાં મામલો ગરમાયો : ફ્રુટના વેપારીઓ દુકાનો બંધ કરી એસપીને રજૂઆત કરવા દોડી ગયા
ભાવનગર શહેરના ગંગાજળીયા તળાવમાં આવેલી ફ્રુટ માર્કેટમાં ટ્રાફિક પોલીસે ધડાધડ વાહનો ડીટેઈન કરી વેપારીઓ સામે તથા વાહન ચાલકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા વેપારીઓ એ દુકાનો બંધ કરી એસપીને રજૂઆત કરવા દોડી ગયા હતા. ભાવનગર શહેર ટ્રાફિક પોલીસ વિભાગમાં અરવિંદસિંહ નામના એએસઆઈ ફરજ બજાવે છે જે લોકો સાથે અવારનવાર પોતાના ગેરવર્તન સાથે “ખાખી” નો રૌફ છાંટવા માટે કુખ્યાત બનેલ છે. અને અવાર-નવાર લોકો વાહન ચાલકોને રંજાડવામા કોઈ જ કસર છોડતો નથી

આજરોજ આ ASI સ્ટાફ સાથે શહેરના ગંગાજળીયા તળાવ વિસ્તારમાં આવેલ ફ્રુટ માર્કેટમાં પહોંચેલ અને ફ્રુટની ડીલીવરી આપવા આવેલ વાહનો તથા વેપારીઓની દુકાન બહાર પડેલ વાહનોને ડીટેઈન કરી વેપારીઓ-વાહન ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા હોબાળો મચ્યો હતો આથી વેપારીઓએ ટપોટપ દુકાનો બંધ કરી ટ્રાફિક પીઆઈ પરમારને રજૂઆત કરવા દોડી ગયા હતા પરંતુ પીઆઈએ યોગ્ય પ્રતિભાવ ન આપતાં ગીન્નાયેલા વેપારીઓ ભારે રોષ સાથે એસપી જયપાલસિંહ રાઠૌરને રજૂઆત કરવા પહોંચી ગયા હતા અને ટ્રાફિક પોલીસની અકારણ કનડગત બંધ કરવા રજૂઆત કરી હતી સાથે એવી ચિમકી પણ ઉચ્ચારી હતી કે જ્યાં સુધી ટ્રાફિક પોલીસનો ત્રાસ બંધ નહીં થાય ત્યાં સુધી દુકાનો નહીં ખોલે બીએમસી સહિતના અધિકારીઓ દરરોજ પ્લાસ્ટિક ડ્રાઈવ માસ્ક ડ્રાઈવ સહિતની ડ્રાઈવ તળે લોકોને લૂંટી રહ્યાં હોવાનો આક્ષેપ વેપારીઓએ કર્યો છે.

Previous articleતળાજાના પાણીયાળી ગામેથી ઈગ્લીંશ દારૂનો જથ્થો ઝડપી લેતી એલસીબી
Next articleઅભિનેત્રી કરિશ્મા તન્નાના પ્રી વેડિંગ ફંકશન્સ શરૂ થયું