રાજ્યમાં કોરોનાના કેસ ઘટતા આજથી ધોરણ 1 થી 9ની શાળાઓ શરૂ કરવામાં આવી

90

પ્રથમ દિવસે વિદ્યાર્થીઓની પાંખી હાજરી
સમગ્ર ગુજરાતમાં કોરોનાના કેસમાં દિનપ્રતિદિન ઘડાડો નોંધાતા રાહત થઈ હતી જેને લઈ ફરીએકવાર ઓફલાઈન શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. છેલ્લા 25 દિવસથી વિદ્યાર્થીઓ ઘર બેઠા ઓનલાઈન શાળાકીય શિક્ષણ મેળવતા ભાવનગર જિલ્લાના ધોરણ 1 થી 9 ના શાળાઓ શરૂ થતાં બાળકો માટે આજથી શાળાઓ ફરી એક વાર શરૂ કરવામાં આવી છે જ્યાં આજે પ્રથમ દિવસે શાળાઓમાં વિદ્યાર્થીઓની પાંખી હાજરી જોવા મળી હતી,

ભાવનગર જિલ્લાના સિહોર ખાતે આવેલ શ્રી મોટાસુરકા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે આજે અમારી શાળા શરૂ થતાં અમને ખુબજ આનંદિત થયા છીએ, ઓનલાઈન શિક્ષણ કરતા અમને ઓફલાઇન શિક્ષણ ભણવામાં વધારે મજા આવે છે, સરકારે શાળાઓ શરૂ કરતાં અમે આભર માનીએ છીએ. આજે ફરી શાળા શરૂ થતા વિદ્યાર્થીઓ આનંદિત અને હર્ષોલ્લાસ સાથે એક મહિના બાદ શાળામાં બાળકોનો ખિલખિલાટ જોવા મળ્યો હતો. ભાવનગર જિલ્લામાં શાળાઓ શરૂ થતાં બાળકો અને શિક્ષકો આનંદિત થયા હતા.

Previous articleભાવનગરના સરદારનગર વિસ્તારમાંથી SOGએ દેશી કટ્ટા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો
Next articleડી.કો.બેંકની ચૂંટણી માટે ભાજપે ઉમેદવારી નોંધાવી