શાસક, વિપક્ષ, અધિકારીઓ પદાધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં
ભાવનગર મહાપાલિકામાં કમિશ્નર એમ.એ. ગાંધી તથા ડેપ્યુટી કમિશ્નર ડી.એમ. ગોહિલની બદલી થતાં મહાનગરપાલિકા કચેરી ખાતે બંને અધિકારીઓનો વિદાય સમારંભ યોજાયો હતો આ સમારંભમાં શાસક-વિપક્ષ તથા મહાનગરપાલિકા કચેરીમાં ફરજ બજાવતા અધિકારીઓ કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં અને કમિશ્નર ડે.કમિશ્નરને ભાવભીની વિદાઈ આપી હતી.
આઈએએસ મૂકુલ એ ગાંધી ભાવનગર મહાનગરપાલિકામાં ચાર વર્ષ સુધી કમિશ્નરના પદ પર રહી કાર્યભાર સંભાળ્યો હતો તાજેતરમાં સરકાર દ્વારા આઈએએસ અધિકારીઓની બદલીઓ કરવામાં આવી હતી જેમાં ભાવનગરના કમિશ્નર મૂકુલ ગાંધી તથા ડેપ્યુટી કમિશ્નર ડી એમ ગોહિલની પણ બદલી કરવામાં આવી છે કમિશ્નર ગાંધીને એસ ટી વિભાગના એમ ડી તરીકે ફરજ સોંપવામાં આવતા કમિશ્નર ગાંધી તથા ડે.કમિશ્નર એમ ડી ગોહિલની બદલી થતાં તેઓને પણ વિદાઈમાન આપવાનો કાર્યક્રમ મહાનગરપાલિકા કચેરી ખાતે યોજવામાં આવ્યો હતો જેમાં કમિશનર ડે કમિશ્નરની ઓફીસથી દરવાજા સુધી લાલજાજમ પાથરવામાં આવી હતી અને વિદાઈ વેળાએ શાસક-વિપક્ષના સભ્યોએ બંને અધિકારીઓને ભાવભીની વિદાઈ સાથે ફૂલોની વૃષ્ટિ કરી હતી કમિશ્નર ગાંધીએ તમામ વ્યક્તિઓનુ અભિવાદન જીલ્યુ હતું એ સાથે નવા ફરજના સ્થળે સફળતાપૂર્વક ફરજ બજાવે એવી શુભેચ્છાઓ પણ પાઠવી હતી.