કોરોના સામેની જંગમાં વધુ એક હથિયાર તૈયાર : DGCI તરફથી સ્પૂતનિક લાઇટને મંજૂરી મળ્યા બાદ ભારતમાં ઉપયોગમાં લેવાની મંજૂરી મેળવવાની વેક્સીનની સંખ્યા નવ સુધી પહોંચી ગઇ છે
નવી દિલ્હી,તા.૭
કોરોના વાયરસ વિરુદ્ધ જાહેર યુદ્ધમાં તેજીથી વેક્સીનેશન અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે આ વચ્ચે એક વધુ નવું હથિયાર મળી ગયું. ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાએ સિંગલ ડોઝ વાળી સ્પૂતનિક લાઇટ વેક્સીનને ઉપયોગમાં લેવા માટે મંજૂરી આપી દેવામાં આવી છે. DGCI તરફથી સ્પૂતનિક લાઇટને મંજૂરી મળ્યા બાદ હવે ભારતમાં ઉપયોગમાં લેવાની મંજૂરી મેળવવાની વેક્સીનની સંખ્યા નવ સુધી પહોંચી ગઇ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ રવિવારે ટ્વીટ કરને જાણકારી આપી છે કે, DGCI તરફથી ભારતમાં ઇમરજન્સી ઉપયોગમાં લેવા માટે સ્પૂતનિક લાઇટ કોવિડ-૧૯ વેક્સીનને મંજૂરી આપી દીધી છે. તેમણે જણાવ્યું કે, તે દેશમાં નવમી કોવિડ ૧૯ વેક્સીન છે. અને તેને મહામારી વિરુદ્ધ જાહેર યુદ્ધને વધુ મજબૂતી મળશે. આપને જણાવી દઇએ કે, બે દિવસ પહેલાં જ ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાની સબ્જેક્ટ એક્સપોર્ટે બે દિવસ પહેલાં જ સિંગલ ડોઝ વાળી વેક્સીનને દેશમાં ઉપયોગમાં લેવાની રજૂઆત કરી હતી. આ વેક્સીનની સૌથી ખાસ વાત એ છે કે, તેનો એક સિંગલ ડોઝ લગાવ્યાં બાદ બીજા ડોઝની જરૂર નથી. હવે દેશમાં ઉપયોગમાં લેવામાં આવતી તમામ વેક્સીન ડબલ ડોઝ વાળી છે. આપને જણાવી દઇએ કે, સ્પૂતનિક લાઇટ સિંગલ ડોઝ વાળી વેક્સીનથી પહેલાં દેશમાં કોવિશીલ્ડ, કોવેક્સીન, કોવોવેક્સની સાથે જ કોબેવૈક્સ, મોડર્ના, જોનસન એન્ડ જોનસન અને ઝી કોવ ડી વેક્સીનને મંજૂરી મળી ચૂકી છે.