મોટા સુરકા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ તૈયાર કરેલી કૃતિ એજ્યુ એપ્સે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું

228

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન આયોજિત તાલુકા કક્ષાના પ્રદર્શનમાં બે વિદ્યાર્થીઓ ઝળકયા
જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન આયોજિત સિહોર તાલુકા કક્ષાના વિજ્ઞાન-ગણિત અને પર્યાવરણ પ્રદર્શન 2021-22માં મોટાસુરકા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ વિભાગ 3. સોફ્ટવેર અને એપ્સમાં જેની કૃતિ એજયુ.એપ્સ (Edu apps) પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. ભાવનગર જિલ્લાના સિહોર તાલુકામાં આવેલ મોટાસુરકા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ સોફ્ટવેર અને એપ્સમાં જેની કૃતિ એજયુ.એપ્સ (Edu apps) પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. જેમાં શાળાના વિદ્યાર્થીઓ (1) કાઠિયા અંશરાજ રામસંગભાઈ અને (2) ગોહિલ હિતેશ કિરીટભાઈ એ 15 થી વધારે શૈક્ષણિક એપ્લિકેશન નું નિર્માણ કર્યું છે, જેમાં હાલની ટેકનોલોજી દ્વારા વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી શકે.

મોટાસુરકા પ્રા. શાળાના ઈનોવેટિવ અને ICT માં કામ કરતાં ગણિત-વિજ્ઞાનના શિક્ષક નિરવભાઈ જી. ચૌહાણે શાળાના બાળવૈજ્ઞાનિકોને માર્ગદર્શન પૂરું પાડીને સતત 7 વર્ષથી જિલ્લા કક્ષામાં સ્થાન પ્રાપ્ત કરીને શાળાનું ગૌરવ વધાર્યું છે. નિરવભાઈ ચૌહાણ ICT અને ઈનોવેટિવ શિક્ષક તરીકે વિદ્યાર્થીઓના સતત પ્રેરણા સ્ત્રોત બનીને શાળાની તમામ પ્રવૃત્તિઓ માં ખંત, ઉત્સાહ અને કર્તવ્યનિષ્ઠ બનીને ડિજિટલ શાળા બનાવવાના અથાગ પ્રયત્નો કરી રહયા છે. આ તકે શાળાના આચાર્ય અને તમામ સ્ટાફમિત્રોએ શાળાના બાળ વૈજ્ઞાનિકોને અને શિક્ષકમિત્રોને અભિનંદન પાઠવ્યા હતા.

Previous articleસાળંગપુરના કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે સદગુરુ ગોપાળાનંદ સ્વામીનો 241મો પ્રાગટ્ય દિવસ ઉજવાયો
Next articleટીએમસી સાંસદે કરેલ અભદ્ર ટિપ્પણીના વિરોધમાં જૈન સમાજ દ્વારા અપાયું આવેદન