ભાવનગર શહેર પોલીસ દ્વારા વિવિધ ગુનાઓના કામે અપરાધીઓ પાસેથી વાહનો કબ્જે કર્યાં હોય જેમાં કાયદાની જોગવાઈ મુજબ વાહન ધારકોને પોલીસ મથકે થી કાયદા મુજબ વાહનો છોડાવી જવા નોટિસ પાઠવવામાં આવી હતી આમ છતાં ૨૨ જેટલા આસામીઓ લાંબા સમયનાં અંતે પોતાના વાહનો છોડાવવા ન આવતા સરકારી જોગવાઈ મુજબ જાહેર હરરાજી યોજવામાં આવી હતી આ હરરાજી મા શહેરના ૩૦ વેપારીઓ એ રસ દાખવ્યો હતો અને આ હરરાજી માં વાહનોના વેચાણ થકી પોલીસને રૂપિયા ૧,૦૪૦૦૦/-ની આવક થતાં આ રકમ સરકારી નાણાં કોષમાં જમા કરાવવામાં આવી હતી.