કર્ણાટક સરકાર તરફથી હાજર એટોર્ની જનરલે કહ્યું કે આ મામલામાં દાખલ તમામ અરજીઓ ખોટી છે આ અરજીઓમાં સરકારના જીઓ પર સવાલ ઉઠાવ્યા છે
બેંગ્લુરૂ,તા.૯
હિજાબ વિવાદ પર આજે કર્ણાટક હાઇકોર્ટમાં સુનાવણી થઇ આ દરમિયાન મામલાની સુનાવણી કરી રહેલ કર્ણાટક હાઇકોર્ટના જજ ન્યાયમૂર્તિ કૃષ્ણ દીક્ષિતે મામલાને મોટી બેંચમાં મોકલવાનો નિર્ણય કર્યો છે.ન્યાયમૂર્તિ દીક્ષિતે કહ્યું કે આ મામલામાં વચગાળાની રાહતના સવાલ પર પણ મોટી બેંચ વિચાર કરશે કોલેજોમાં હિજાબની મંજુરી ના આપવાની વિરૂધ્ધ કર્ણાટકટ હાઇકોર્ટમાં અરજી દાખલ કરી છે.કર્ણાટક હાઇકોર્ટમાં મંગલવારે પણ તેના પર સુનાવણી થઇ હતી કોર્ટની સિંગલ બેંચે બુધવારે આ મામલાને મોટી બેંચ પર મોકલવાનો નિર્ણય કર્યો છે કોર્ટમાં અરજીકર્તાઓ તરફથી દલીલ કરવામાં આવી હતી કે મામલો ખુબ ગંભીર છે અને તેને મોટી બેંચને મોકલવાની જરૂરત છે.આ પહેલા કર્ણાટક સરકાર તરફથી હાજર એટોર્ની જનરલે કહ્યું કે આ મામલામાં દાખલ તમામ અરજીઓ ખોટી છે આ અરજીઓમાં સરકારના જીઓ પર સવાલ ઉઠાવ્યા છે જયારે સરકારે તમામ સંસ્થાનોને સ્વાયત્તતા આપી છે. રાજય તેના પર નિર્ણય લેતા નથી આવામાં પ્રથમ દ્ષ્ટીય મામલો બનતો નથી કર્ણાટક સરકારે રાજયમાં કલમ ૧૩૩ લાગુ કરી દીધી છે આ કારણે હવે તમામ સ્કુલ કોલેજમાં યુનિફોર્મને અનિવાર્ય કરી દેવામાં આવ્યો છે.આ હેઠળ સરકારી સ્કુલ અને કોલેજમાં તો નક્કી યુુનિફોર્મ પહેરવી જ પડશે પ્રાઇવેટ સ્કુલ પણ પોતાની ખુદની એક યુનિફોર્મ પસંદ કરી શકે છે. આ નિર્ણયને લઇ વિવાદ ગત મહીને જાન્યુઆરીએ ત્યારે શરૂ થયો જયારે ઉડુપીની એક સરકારી કોલેજમાં છ છાત્રાઓએ હિજાબ પહેરી કોલેજમાં એન્ટ્રી લીધી હતી વિવાદ એ વાતને લઇ હતી કે કોલેજ પ્રશાને છાત્રાઓને હિજાબ પહેલા માટે ઇન્કાર કર્યો હતો પરંતુ તે ફરી પહેરીને આવી હતી તે વિવાદ બાદથી બીજી કોલેજોમાં પણ હિજાબને લઇ વિવાદ શરૂ થયો હતો. કર્ણાટકના સ્કુલ કોલેજોમાં ધાર્મિક પહેરવેજ પર રોકના આદેશ બાદ વિવાદ ઉભો થયો છે વિવાદ કર્ણાટક અને ત્યાંની સ્કુલો કોલેજોથી થઇ દેશના બાકી ભાગમાં પહોંચી ગયો છે તેના પર જયારે વિવિધ પાર્ટીઓના રાજનેતા પણ આમને સામને છે દિલ્હી મુંબઇમાં પણ વિરોધ પ્રદર્શન થઇ રહ્યાં છે.કર્ણાટકના ઉડુપીમાં જે રીતે કૉલેજમાં હિજાબ પહેરવા પર છાત્રાઓને ક્લાસમાં આવવાથી રોકવામાં આવી ત્યારબાદ આ સમગ્ર મામલો કોર્ટમાં પહોંચી ગયો. એક તરફ જ્યાં છાત્રાઓ હિજાબ પહેરવાને લઈને કૉલેજ પ્રશાસન વિરુદ્ધ પ્રદર્શન કરી રહી છે ત્યાં બીજી તરફ અમુક છાત્રો ભગવો ગમછો પહેરીને હિજાબનો વિરોધ કરી રહ્યા છે અને જય શ્રીરામના નારા લગાવી રહ્યા છે. આ દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ ટિ્વટ કરીને સમગ્ર મામલે પોતાની પ્રતિક્રિયા આપી છે. પ્રિયંકા ગાંધીએ ટિ્વટ કરીને લખ્યુ કે કોઈ બિકિની પહેરે, ઘૂંઘટ કરે કે પછી જીન્સ પહેરે કે હિજાબ પહેરે એ મહિલાનો અધિકાર છે કે તે જાતે નિર્ણય કરે કે તે શું પહેરવા માંગે છે. આપણા દેશના બંધારણે આ ગેરેન્ટી આપી છે. આ સાથે જ પ્રિયંકા ગાંધીએ હેશ ટેગ ’લડકી હુ, લડ શકતી હુ’ લખ્યુ. નોંધનીય વાત એ છે કે આ મામલો કર્ણાટક હાઈકોર્ટમાં છે અને કોર્ટે મંગળવારે આ કેસની સુનાવણી કરીને કહ્યુ કે અમે ભાવનાઓ અને જૂનુન પર ચુકાદો નહિ આપીએ. દેશનુ બંધારણ જ અમારા માટે ભગવત ગીતા છે. વાસ્તવમાં કર્ણાટકની અમુક કૉલેજોમાં હિજાબ માટે પ્રદર્શન શરુ થયુ જેને લઈને મોટો વિવાદ ઉભો થઈ ગયો. ઘણી જગ્યાએ પત્થરબાજીની ઘટનાઓ પણ સામે આવી. આ મામલે એક વાર ફરીથી કોર્ટમાં સુનાવણી થશે. મુસ્લિમ છાત્રાઓ માંગ કરી રહી છે કે તેમને ક્લાસની અંદર હિજાબ પહેરવાની અનુમતિ આપવામાં આવે. છાત્રોનુ કહેવુ છે કે આ માત્ર એક કપડાનો ટૂકડો નથી. અમે આને બાળપણથી પહેરતા આવ્યા છીએ. વળી, છાત્રાઓના આ આંદોલનને કોંગ્રેસ પોતાનુ સમર્થન આપી રહી છે. કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી સિદ્રારમૈયા, રાહુલ ગાંધી, શશિ થરુરે પણ છાત્રાઓનુ સમર્થન કર્યુ. આ પહેલા રાહુલ ગાંધીએ ટિ્વટ કરીને લખ્યુ હતુ કે છાત્રાઓના શિક્ષણની વચમાં હિજાબને લાવીને આપણે તેમના ભવિષ્યને ખરાબ કરી રહ્યા છે. આનાથી ભારતની દીકરીઓનુ ભવિષ્ય જોખમમાં પડશે. મા સરસ્વતી આપણને સહુને જ્ઞાન આપે. તે આપણામાં ભેદભાવ નથી કરતા. આ સમગ્ર વિવાદનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં સામે આવ્યો છે જેમાં જોઈ શકાય છે કે બુરખામાં એક છાત્રાને અમુક યુવકો ઘેરી લે છે અને તેનો વિરોધ કરે છે અને જય શ્રી રામના નારા લગાવે છે. જ્યારે છાત્રા અલ્લાહુ અકબર કહે છે.હિજાબને લઈને કર્ણાટકમાં ચાલી રહેલા વિવાદમાં નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા અને મહિલા અધિકાર કાર્યકર્તા મલાલા યુસુફઝાઈ પણ કૂદી પડી છે. આ માટે તેણે ટિ્વટરની મદદ લીધી હતી. મલાલાએ લખ્યું, “કોલેજ અમને અભ્યાસ અને હિજાબ વચ્ચે પસંદગી કરવા માટે મજબૂર કરી રહી છે. છોકરીઓને તેમના હિજાબમાં શાળામાં જવાનો ઇનકાર કરવો એ ભયાનક છે. મહિલાઓને વધુ કે ઓછુ પહેરવુ પ્રત્યેનું વલણ આજ પણ યથાવત છે. ભારતીય નેતાઓએ મુસ્લિમ મહિલાઓને હાંસિયામાં ધકેલવાનું બંધ કરવું જોઈએ.