મંદિરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું
ભાવનગર શહેરના મેઘાણી સર્કલ નજીક સોનીની હવેલી-મંદિરનો 10મો પાટોત્સવની ઉજવણી કરાઈ હતી. આ તકે આજે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રીમાળી સોની જ્ઞાતિ ટ્રસ્ટ દ્વારા શહેરના મેઘાણી સર્કલ નજીક સાંઈબાબાના મંદિરની સામે આવેલા સોનીની હવેલી-મંદિરનો 10મો પાટોત્સવ પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. આ પ્રસંગે સવારે 10 થી 12 હવેલી-મંદિરમાં મહાપૂજા તેમજ અલૌકિક વ્રજ કમળના મનોરથના દર્શન સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોની સાદગીપૂર્ણ રીતે ઉજવણી કરવામાં આવી હતી. કોરોનાની મહામારીના કારણે આ વર્ષે શોભાયાત્રા તેમજ મહાપ્રસાદ(સમુહ ભોજન)નો કાર્યક્રમ બંધ રાખવામાં આવ્યો છે. સમસ્ત સોની સમાજને પાટોત્સવની મહાપૂજાનો શ્રીમાળી સોની જ્ઞાતિ ટ્રસ્ટના સભ્યો, ભાવિકોએ દર્શનનો લાભ લીધો હતો.