દક્ષિણ સાયબેરીયા ચાઈના તાઈવાન સહિત ખાડી દેશોનાં અનેક પ્રાંત માથી શિયાળો ગાળવા અચૂક આવી પહોંચતા અનેક યાયાવર પક્ષીઓ પૈકી એક એવા કુંજ પક્ષીઓએ આ વર્ષે ભાવનગર શહેર-જિલ્લામાં શિયાળા પૂર્વે થી પડાવ નાંખ્યો છે વહેલી સવારે અને ઢળતી સાંજે આભની અટારી આ નયનરમ્ય ખગ નું શિસ્તબદ્ધ વિચરણ અને સુંદર કલરવ માણવા લાયક હોય છે જિલ્લામાં આવેલ જળપલ્લવિત વિસ્તારો તથા મગફળી લણીને ખાલી પડેલા ખેતરોમાં આ પક્ષીઓ મોટા સમૂહમાં ઉતરે છે આ પક્ષી કુંજ સાથે અનેક દંતકથાઓ સાથે ઈતિહાસ ની અનેક ઘટનાઓમાં પણ આ સુંદર પક્ષીનો ઉલ્લેખ જોવા મળે છે.