એલ.પી.કાકડીયા વિધાભવન-નવાગામ(ગા) ની વિદ્યાર્થિનીઓનું જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન

266

ભાવનગરના યશવંતરાય નાટ્યગૃહમાં આયોજિત જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં એલ.પી.લાકડીયા વિદ્યાભવન- નવાગામ(ગા.)ની વિદ્યાર્થિનીઓએ ઉત્કૃષ્ટ દેખાવ કરતાં વકતૃત્વ સ્પર્ધામાં પ્રથમ ચૌહાણ હસ્તીબા એસ., નિબંધ લેખન (6 થી 14 વર્ષ વિભાગ)માં દ્વિતીય મોરી રાજવીબા બી.,નિબંધ લેખન ( 15 થી 20 વર્ષ વિભાગ)માં દ્વિતીય ગોહિલ પ્રિયંકાબા એલ. વિજેતા બન્યા હતા, શાળાના કર્મઠ અને ઉત્સાહી શિક્ષિકા બહેનો નિમિષાબેન રાજ્યગુરુ, ઈલાબેન સાંડસુર અને શિક્ષક વિપુલભાઈ સોલંકીએ માર્ગદર્શન આપ્યું હતું, વકતૃત્વ સ્પર્ધામાં પ્રથમ નંબરે વિજેતા થતાં ચૌહાણ હસ્તીબા એસ. ઝોન કક્ષાએ ભાવનગર જિલ્લા અને શાળાનું પ્રતિનિધિત્વ કરશે. શાળાના આચાર્ય અગરશંગભાઈ સોલંકી અને ટ્રસ્ટીઓએ મોમેન્ટો આપી તેમજ સમગ્ર શાળા પરિવાર અને વિધાર્થીઓએ વિજેતા વિદ્યાર્થિનીઓને આગામી સ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવ માટે શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવ્યા હતા.

Previous articleનિર્ણય ન આવે ત્યાં સુધી ધાર્મિક વસ્ત્રો નહીં પહેરી શકાય
Next articleલોકપ્રતિનિધિ તરીકેના પોતાના કાર્યાલયે લોકોની રજૂઆતો- પ્રશ્નો સાંભળતાં શિક્ષણ મંત્રી