ભાવનગર પાલીતાણા અને રાજકોટ ફાયરબ્રિગેડનો કાફલો તપાસમાં જોડાયો
ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના દેપલા ગામનો યુવાન શેત્રુંજી નદી માં ડૂબી તણાઈ જતાં તંત્ર દ્વારા સતત ત્રણ દિવસ ભારે જહેમત-શોધખોળ બાદ યુવાનની લાશ શોધી કાઢી હતી. જેસર તાલુકાના દેપલા ગામનો કાળુ રવજી વાઘેલા ત્રણ દિવસ પૂર્વે દેપલા પાસે આવેલ રાણીગામ નજીક શેત્રુંજી નદીમાં ડૂબી ગયા બાદ પાણીના વહેણમાં ગુમ બન્યો હતો જેમાં પ્રથમ પાલીતાણા ત્યારબાદ ભાવનગર અને રાજકોટ થી ફાયરબ્રિગેડનો સ્ટાફ શોધખોળ માં જોડાયો હતો અને ત્રણ દિવસ સુધી સઘન શોધખોળના અંતે દેપલાના યુવાનની લાશ મળી આવતા ફાયરબ્રિગેડના જવાનોએ લાશને પોલીસને સોંપતા પોલીસે પીએમ માટે હોસ્પિટલમાં મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.