ભાજપ પ્રદેશ પ્રવક્તાએ પત્રકાર પરિષદ યોજી ભાવનગરના વિકાસમાં મીડિયાનો સહયોગ માંગ્યો
ભાવનગર શહેરના વિકાસ કામો તેમજ નેતાઓના ધ્યાન ન આવેલા પ્રશ્નોની જાણકારી મેળવવા આજે ભાજપ પ્રદેશ પ્રવક્તા દ્વારા ભાવનગરમાં પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી જેમાં મીડિયા પાસેથી પ્રશ્નો જાણવાનો પ્રયાસ કર્યો હતો અને મીડિયાનો સહયોગ માંગ્યો હતો. ભાવનગર શહેરમાં ભાજપના શાસનમાં વિવિધ વિકાસના કામો થઇ રહ્યા છે છતાં નેતાઓના ધ્યાને ન આવ્યા હોય તેવા વિકાસ કામોને લગતા પ્રશ્નો કે જે મીડિયા સમક્ષ હોય તેવા પ્રશ્નો જાણવા માટે આજે ભાજપ પ્રદેશ પ્રવક્તા યમલભાઇ વ્યાસ તેમજ પ્રદેશ ભાજપ મીડિયા સહ કન્વીનર જુબીનભાઇ આશરા આજે ભાવનગર આવ્યા હતા અને પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં ભાવનગરના વિકાસ માટે નેતાઓને ધ્યાને ન હોય તેવા પ્રશ્નો મીડિયા પાસેથી જાણ્યા હતાં અને તેનો ઉકેલ લાવવાના પ્રયત્નો કરાશે તેમ જણાવેલ. આ પ્રસંગે સાંસદ ભારતીબેન શિયાળ, પૂર્વ મંત્રી અને ધારાસભ્ય વિભાવરીબેન દવે, શહેર પ્રમુખ રાજીવ પંડ્યા તેમજ મહામંત્રીઓ સહિત ઉપસ્થિત રહ્યા હતાં.