અલંગ,ગોપનાથ, ઝાંઝમેર મસ્તરામબીચ ના નયન રમ્ય બીચ સ્થળે આજે જોવા મળી રહ્યા છે પથ્થરો
સરકાર એક તરફ તળાજા પંથકના ખાસ કરી ને ગોપનાથ, ઝાંઝમેર જ્યાં કુદરતે અફાટ સૌંદર્ય પાથર્યૂછે તેવા સ્થળોને પર્યટક સ્થળ તરીકે વિકસાવવા કરોડો રૂપિયા ખર્ચ કરે છે બીજી તરફ આગેવાનોના નાક નીચે જ ખનન માફિયાઓ કુદરતી સંપદાનું હનન કરી રહ્યા છે. ગોહિલવાડને કુદરતે વિશાલ દરિયા કિનારો આપ્યો છે અને અલંગ સોસિયા શિપયાર્ડને બાદ કરતાં કુદરતે આપેલ અફાટ સૌંદર્ય ઉપરાંત દરિયાઇ માછીમારીનો જોઈએ તેવો સદઉપયોગ થતો નથી.છેલ્લા કેટલાક વર્ષોથી તળાજાના ગોપનાથ,ઝાંઝમેર સહિતના વિસ્તારોમાં પર્યટકો આવે.આ વિસ્તારના લોકોની આર્થિક સદ્ધરતા વધે પ્રાકૃતિક સૌંદર્યનો નિજાનંદ આનંદ માણી શકાય, દરિયાની રેતી (પણો)મા બેસી શકાય, રમી શકાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ભાજપ સરકારના આ પ્રયાસોનું ખનન માફિયાઓ નખ્ખોદ વાળી રહ્યા છે.ગોપનાથથી લઈ ઝાંઝમેર અને તેનાથી પણ આગળ સુધી બીચ હતો તે બીચની રેતીનુંએ હદે ખનન કરવામાં આવ્યુ છે કે આજે ત્યાં પથરો થઈ માત્ર જોવા મળી રહ્યા છે.ખનન માફિયાઓ એ પર્યટક સ્થળોની દશા ફેરવી નાખી છે. નયન રમ્ય બીચ હવે રહ્યો નથી. ભ્રષ્ટ અધિકારી અને પદાધિકારીઓ ના પાપે દરિયા કિનારો ખોદીને કૂદરતે આપેલા સૌંદર્યનું હનન થઈ ગયુ જોવા મળે છે જેને લઈ પ્રવાસીઓ અને પ્રકૃતિ પ્રેમીઓની દુઃખ સાથે આક્રોશ જોવા મળી રહ્યો છે.