મુંબઇ,તા.૧૫
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ૧૬ ફેબ્રુઆરીથી ટી-૨૦ મેચની શ્રેણી શરૂ થશે. ત્રણ મેચોની શ્રેણીની તમામ મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાશે. આ દરમિયાન ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. ઓલરાઉન્ડર વોશિંગટન સુંદર ઈજાના કારણે શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. તેના સ્થાને કુલદીપ યાદવને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.બીસીસીઆઈના સચિવ જય શાહે એક નિવેદન જારી કરીને માહિતી આપી હતી કે ઓલરાઉન્ડર વોશિંગટન સુંદરને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રીજી વનડેમાં ફિલ્ડિંગ કરતી વખતે ડાબા હાથની હૅમસ્ટ્રિંગની માંસપેશિયોમાં ઇજાનો સામનો કરવો પડી રહ્યો છે. આ કારણે, તે ૧૬ ફેબ્રુઆરીથી કોલકાતામાં રમાનારી આગામી ત્રણ મેચની ટી૨૦ શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. વોશિંગટન સુંદરને બદલે કુલદીપ યાદવની ટીમમાં પસંદગી કરવામાં આવી છે. તે જ સમયે, કેએલ રાહુલ ટીમની બહાર હોવાના કારણે ઋષભ પંતને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે.ભારતની ટી ૨૦ ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, સૂર્ય કુમાર યાદવ, ઋષભ પંત (વાઈસ-કેપ્ટન) (વેકેટકીપર), વેંકટેશ ઐયર, દીપક ચહર, શાર્દુલ ઠાકુર, રવિ બિશ્નોઈ, યુઝવેન્દ્ર ચહલ, મોહમ્મદ. સિરાજ, ભુવનેશ્વર કુમાર, અવેશ ખાન, હર્ષલ પટેલ, રૂતુરાજ ગાયકવાડ, દીપક હુડા અને કુલદીપ યાદવ. વોશિંગટન સુંદર વાઈસ-કેપ્ટન કેએલ રાહુલ અને ઓલરાઉન્ડર અક્ષર પટેલ પછી ત્રીજો ખેલાડી છે જેને વેસ્ટ ઈન્ડિઝ સામેની ટી ૨૦ શ્રેણીમાંથી બહાર કરવામાં આવશે. સુંદરે વેસ્ટ ઈન્ડિઝ સામેની વન-ડે શ્રેણીમાં લાંબી ઈજા બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરી હતી. ફરી એકવાર ઈજાગ્રસ્ત થયા બાદ હવે તે પોતાની ઈજાને સાજા કરવા બેંગ્લોરની નેશનલ ક્રિકેટ એકેડમી જશે.આઇપીએલની મેગા ઓક્શનમાં સનરાઇઝર્સ હૈદરાબાદે સુંદરને ૮.૭૫ કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.
Home Entertainment Sports ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ૧૬ ફેબ્રુ.થી ટી-૨૦ મેચની શ્રેણીમાંથી વોશિંગટન સુંદર...