ભાવનગર મહાપાલિકા કચેરી ખાતે આવેલ મિટિંગ રૂમમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરૂભાઈ ધામેલીયાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી જેમાં ચર્ચા-વિચાર્ણાના અંતે કુલ ૨૧ ઠરાવોને બહાલી આપવામાં આવી હતી. મંગળવારે સાંજે યોજાયેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મહાપાલિકાના બાકી નિકળતા લેણાની રકમ રીકવર કરવા સાથે ચર્ચાનો દૌર બંધ બારણે શરૂ થયો હતોએ સાથે ડ્રેનેજ વિભાગના સ્ટ્રોમ ડ્રેઇન રીપેર સાથે રીનોવેશન હેડ તૂટી જતાં ડ્રેનેજ વિભાગના દૂષિત પાણી નિયંત્રણ શેષ હેડથી રૂપિયા ૧૯ લાખના ખર્ચે રીનોવેશન કરાશે ડ્રેનેજ વિભાગમાં સુઅર લાઈન રીપેર હેડ ડેમેજ થતાં જેટીંગ મશીન અને અન્ય વાહનો ઓપરેશન એન્ડ મેઈન્ટેનન્સ કોન્ટ્રાક્ટ હેડથી ૯ લાખના ખર્ચે રીનોવેટ કરાશે તેમજ ઘરવેરા પૂર્વ વિભાગના ટેક્સ રીફંડ હેડે તૂટી પડતા ઘરવેરા વિભાગના કોર્પેટ એરીયા મુજબ ટેક્ષેસન અને નેટવર્ક માટેના રીસર્ચ હેડેથી રૂ ૧૫ લાખ રી.એ.કરવામાં આવશે યોજના વિભાગના પગાર હેડે તૂટતાં યોજના વિભાગના અન્ય ભથ્થા હેડેથી ૭ લાખ રી.એ. કરાશે ડ્રેનેજ વિભાગના ડી.એનર્જી વિજળી હેડે તૂટતાં ફિલ્ટર વિભાગના સી.એનર્જી પમ્પ ઈલેક્ટ્રિક હેડેથી ૫૦ લાખ રૂપિયા રી.એ કરાશે સ્ટોર વિભાગમાં જુદી જુદી સેવાઓ આઉટ સોર્સીંગથી ભરવા માટેનો ખર્ચ હેડે તૂટી પડતા કર્મી વિભાગના ખાલી જગ્યાઓ હેડે થી રૂ.૬૦ લાખ રી.એ.કરવા બહાલી આપવામાં આવી હતી. નાણાંકીય વર્ષ ૨૦૨૧-૨૨માટે મિલ્કત વેરામા બીલોની બજવણીનો અંદાજીત ખર્ચ રૂ.૧૨ લાખ થાય છે યુનિયન બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ડોનેશન હેડે ગત વર્ષની માફક રૂ.૮ લાખના અનુદાનની ફાળવણી કરવામાં આવી હતી અનુદાનની રકમ સરભર કર્યાં બાદ બાકીની રકમ રૂ.૩,૫૪,૦૮૯નો ખર્ચ મહા.પા સ્વભંડોળમાંથી ઘરવેરા વિભાગના કન્ટીજન્સી ખાતે પરચુરણ હેડમાંથી કરવાની મંજૂરી આપવામાં આવી હતી શહેરના કંસારા પ્રોઝેક્ટમાં દબાણો દૂર કરવા રૂ.૩.૩૨ લાખનો ખર્ચ થયો હતો. જેને પણ મંજૂરી આપવામાં આવી હતી શહેરમાં રોડ, બ્લોક, ડિવાઈડર સહિતના ૫૧ કામોને મંજૂરી આપવામાં આવી હતી સરકારી જનભાગીદારી યોજનામાં રૂ.૬૮.૩૫ લાખની અંદાજીત રકમના ૧૫ કામોની મંજૂરી આપવામાં આવી હતી સ્થાનિક સંસ્થાના લોકફાળાની રકમ ભરવાની મંજૂરી પણ આપવામાં આવી હતી આ સિવાય અન્ય કોઈ મુખ્ય મુદ્દા ચર્ચાયા ન હતાં અને ફટાફટ બેઠક આટોપી લેવામાં આવી હતી.