ગાયક-સંગીતકાર બપ્પી લહેરીનું ૬૯ વર્ષની વયે નિધન

72

મુંબઈની હોસ્પિટલમાં છેલ્લા મહિનાની બપ્પી લહેરીની સારવાર ચાલી રહી હતી, મંગળવારે ફરી તબિયત બગડી
મુંબઈ,તા.૧૬
જાણીતા ગાયક-સંગીતકાર બપ્પી લહેરીનું અવસાન થયું છે. હિન્દી સિનેમામાં ડિસ્કો મ્યૂઝિકને લોકપ્રિય બનાવનારા સંગીતકાર બપ્પી લહેરીએ ૬૯ વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે, તેમણે મુંબઈની એક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે. ન્યૂઝ એજન્સી સાથેની વાતચીતમાં ડૉક્ટરે આ વાતની પુષ્ટિ કરી છે. પ્રેમથી તેઓ બપ્પી દા તરીકે જાણીતા હતા. બપ્પી દાના ગીતો જેટલા લોકપ્રિય હતા તેટલો જ તેમનો સોના પ્રત્યેનો પ્રેમ પણ જાણીતો હતો. તેમના ગળામાં હંમેશા સોનાના આભૂષણો જોવા મળતાં. માત્ર ગળા જ નહીં તેમની આંગળીઓ અને હાથમાં પણ આભૂષણ પહેરતા હતા. મીડિયા રિપોર્ટ પ્રમાણે, બપ્પી લહેરી મુંબઈની ઝ્રિૈૈંષ્ઠટ્ઠિી હોસ્પિટલમાં દાખલ હતા. હોસ્પિટલના ડાયરેક્ટર ડૉ. દીપક નામજોશીએ જણાવ્યું કે, બપ્પી દા એક મહિનાથી હોસ્પિટલમાં દાખલ હતા. સોમવારે (૧૪ ફેબ્રુઆરી)એ તેમને ડિસ્ચાર્જ કરાયા હતા પરંતુ મંગળવારે તેમની તબિયત બગડી હતી. જે બાદ પરિવારે ડૉક્ટરને ઘરે બોલાવ્યા હતા. ત્યાંથી તેમને હોસ્પિટલમાં શિફ્ટ કરાયા હતા. ડૉક્ટરનું માનીએ તો, બપ્પી દાને સ્વાસ્થ્ય સંબંધિત ઘણી તકલીફો હતી. મીડિયા રિપોર્ટ અનુસાર, બપ્પી દાનું અવસાનર્ ંજીછના કારણે થયું છે. બપ્પી લહેરીના અવસાનથી બોલિવુડમાં શોકની લહેર ફરી વળી છે. સોશિયલ મીડિયા પર સેલેબ્સ ડિસ્કો કિંગને યાદ કરીને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. બપ્પી લહેરીના અવસાનના સમાચાર સાંભળ્યા બાદ ફિલ્મમેકર અશોક પંડિતે ટિ્‌વટ કરતાં લખ્યું, રોકસ્ટાર બપ્પી લહેરીજીના અવસાનના સમાચાર સાંભળીને આઘાતમાં છું. વિશ્વાસ નથી થતો કે મારા પાડોશી હવે આ દુનિયામાં નથી રહ્યા. તમારું સંગીત હંમેશા અમારા દિલમાં રહેશે. મહત્વનું છે કે, ૬ ફેબ્રુઆરીએ સૂર સામ્રાજ્ઞી લતા મંગેશકરનું નિધન થયું હતું.

Previous articleજમ્મુ-કાશ્મીરમાં તપાસ એજન્સીઓના દરોડા, જૈશ-એ-મોહમ્મદના ૧૦ ઓવરગ્રાઉન્ડ વર્કરની ધરપકડ કરાઈ
Next articleજુનાગઢથી સોનુ-ચાંદી તથા રોકડ પૈસા લઈને ભાગેલ ઈસમને રાણપુર પોલીસે નાકાબંધી કરી પાટણા પાસેથી ઝડપી લીધો..