યુક્રેન સરહદેથી રશિયાએ દળો પાછા ન ખેંચ્યા હોવાનો અમેરિકાનો દાવો

418

રશિયા-યુક્રેન યુદ્ધ ટળી ગયાનું લાગતું નથી : અમેરિકાનુું કહેવુ છે કે, ઉલટાનુ રશિયાએ બીજા ૭૦૦૦ સૈનિકોને સરહદ પર મોકલયા છે, અગાઉ જે સૈનિકો તૈનાત હતા તે તો ત્યાં જ તૈનાત છે
નવી દિલ્હી, તા.૧૭
રશિયા અને યુક્રેન વચ્ચેનો જંગ ટળી ગયો હોય તેમ લાગતુ નથી.રશિયાએ દાવો કર્યો હતો કે, અમારી સેના યુક્રેન સરહદ પરથી પાછી ફરી રહી છે પણ એવુ થયુ હોય તેમ લાગતુ નથી.
અમેરિકાને રશિયાની વાતનો ભરોસો નથી.અમેરિકાનુ કહેવુ છે કે, ઉલટાનુ રશિયાએ બીજા ૭૦૦૦ સૈનિકોને સરહદ પર મોકલયા છે.અગાઉ જે સૈનિકો તૈનાત હતા તે તો ત્યાં જ તૈનાત છે. અમેરિકાના સંરક્ષણ સચિવ એન્ટની બ્લિન્કને કહ્યુ હતુ કે, અમે રશિયન સેના પાછી ફરી રહી હોય તેવુ જોયુ નથી.સીમા તરફ જઈ રહેલા સૈનિકો અમે જોયા છે પણ પાછા ફરી રહેલા સૈનિકો જોયા નથી. દરમિયાન અમેરિકન સ્પેસ કંપનીની સેટેલાઈટ તસવીરોમાં પણ દેખાઈ રહ્યુ છે કે, સરહદ પર રશિયાની તૈનાતી ઓછી નથી થઈ.ઉલટાનુ રશિયાએ બેલારુસ-યુક્રેન બોર્ડરથી માત્ર ૬ કિમી દુર નદી પર એક પુલ પણ બનાવી લીધો છે. આમ યુક્રેનમાં પ્રવેશવા માટે રશિયાને આ રસ્તે બહુ ઓછો સમય લાગે તેમ છે. ૧૫ ફેર્બ્રુઆરીની સેટેલાઈટ તસવીરોમાં રશિયન સૈનિકો તો નથી દેખાતા પણ લડાકુ હેલિકોપ્ટરો દેખાય છે.આ તસવીરો બેલારુસના વિસ્તારની છે. ૧૬ ફેબ્રુઆરીની સેટેલાઈટ તસવીરોમાં બોર્ડર વિસ્તારમાં સૈનિકોની તૈનાતીની સાથે સાથે બખ્તરબંધ વાહનો તેમજ ગન્સ નજરે પડી છે. અમેરિકા અને બ્રિટને ચિંતા વ્યક્ત કરી છે કે, રશિયન સેના યુક્રેનની સીમાથી દુર જવાની જગ્યાએ વધારે નજીક આવી રહી છે.

Previous article૨૧મીથી સ્કૂલ-કોલેજોમાં સંપૂર્ણ ઓફલાઈન શિક્ષણ શરૂ થશે
Next articleમોદી ભૂલો સ્વિકારે, નહેરુને જવાબદાર ઠેરવવાનું બંધ કરે