છેલ્લા ૨૪ કલાકમાં ૩૨૫ લોકોના મોત : કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા અનુસાર, એક્ટિવ કેસની સંખ્યા ઘટીને ૨,૫૩૭૩૯ થઈ
નવી દિલ્હી,તા.૧૯
દેશમાં આજે જીવલેણ કોરોના વાયરસના કેસમાં ઘટાડો થયો છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોના વાયરસના ૨૨ હજાર ૨૭૦ નવા કેસ નોંધાયા છે અને ૩૨૫ લોકોના મોત થયા છે. ગઈકાલે ૨૫ હજાર ૯૨૦ કેસ નોંધાયા હતા. એટલે કે ગઈકાલની સરખામણીએ આજે ??કેસમાં ઘટાડો થયો છે. દેશમાં છેલ્લા દિવસે ૬૬ હજાર ૨૯૮ લોકો સાજા થયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, હવે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને ૨ લાખ ૫૩ હજાર ૭૩૯ થઈ ગઈ છે. કોરોનાના કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને ૫ લાખ ૧૧ હજાર ૨૩૦ થઈ ગઈ છે. માહિતી અનુસાર, અત્યાર સુધીમાં ૪ કરોડ ૨૦ લાખ ૩૭ હજાર ૫૩૬ લોકો ડિસ્ચાર્જ થયા છે. શુક્રવારે દિલ્હીમાં કોરોના વાયરસના સંક્રમણના ૬૦૭ નવા કેસ નોંધાયા હતા. આ સાથે દિલ્હીમાં અત્યાર સુધીના કોરોનાના કેસની કુલ સંખ્યા વધીને ૧૮,૫૪,૭૭૪ થઈ ગઈ છે. આ સિવાય ચાર દર્દીઓના મોત સાથે મૃત્યુઆંક ૨૬,૦૯૫ પર પહોંચી ગયો છે. રાજધાનીના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડામાં આ માહિતી આપવામાં આવી છે. દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કોરોના વાયરસની રસીના લગભગ ૧૭૫ કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. ગઈકાલે ૩૬ લાખ ૨૮ હજાર ૫૭૮ ડોઝ આપવામાં આવ્યા હતા, ત્યારબાદ અત્યાર સુધીમાં રસીના ૧૭૫ કરોડ ૩ લાખ ૮૬ હજાર ૮૩૪ ડોઝ આપવામાં આવ્યા છે. મંત્રાલયે કહ્યું કે અત્યાર સુધીમાં ૧.૮૨ કરોડ (૧,૮૭,૦૦,૧૪૧) થી વધુ ડોઝ આરોગ્ય કર્મચારીઓ, ફ્રન્ટલાઈન કામદારો અને ૬૦ વર્ષ અને તેથી વધુ ઉંમરના લોકોને આપવામાં આવ્યા છે.