અભિનેત્રી જાન્હવી કપૂરે બેડરૂમમાંથી શેર કરી તસવીરો

83

મુંબઇ, તા.૨૦
હુસ્નની પરી જાન્હવી કપૂરના લુકના તેમના ફેન્સ દીવાના છે. તાજેતરમાં અભિનેત્રીએ તેના બેડરૂમમાંથી એવી તસવીરો શેર કરી છે કે ફેન્સની તેના પરથી નજર હટાવવાનું મુશ્કેલ થઈ રહ્યું છે. તાજેતરની તસવીરોમાં જાન્હવી કપૂર બેડરૂમમાં આડા પડીને એક-એક ચઢિયાતા પોઝ આપતી જોવા મળે છે. તસવીરોમાં જાન્હવીની દરેક અદા ફેન્સ પર કહેર વર્તાવી રહી છે. આ તસવીરોમાં જાન્હવી કપૂરે સફેદ કલરની બ્રાલેટ પહેરી છે. જેને પહેરીને તે બેડ પર સૂતી છે અને કિલર પોઝ આપી રહી છે. અભિનેત્રીની આ તસવીરો વધુ સુંદર લાગે છે કારણ કે પાછળનું બેકગ્રાઉન્ડ અને બેડશીટ તમામ સફેદ છે. આ તસવીરો જાન્હવી કપૂરે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. તસવીરો શેર કરતી વખતે અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું હું તમને કાલે કોલ કરીશ. આ તસવીરોમાં અભિનેત્રીનો આંખનો મેકઅપ જબરદસ્ત છે, જે તેના લુકમાં વધારો કરી રહ્યો છે. આ પહેલા જાન્હવીની બ્લેક ડ્રેસ પહેરેલી તસવીરો ચર્ચામાં હતી. આ તસવીરો જાન્હવી કપૂરે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. જેમાં અભિનેત્રી હોટ લુકમાં જોવા મળી હતી. તસવીરોમાં જાન્હવી કપૂર બ્લેક કલરનો વન-પીસ પહેરેલી જોવા મળી હતી. જેને જોઈને સ્પષ્ટ થયું કે અભિનેત્રીએ ડ્રેસની અંદર બ્રા પહેરી નથી. આ તસવીરોમાં પણ અભિનેત્રી બેડ પર બેસીને બોલ્ડ પોઝ આપતી જોવા મળી હતી. જાન્હવી કપૂરની બહુપ્રતિક્ષિત ફિલ્મ ’મિસ્ટર એન્ડ મિસિસ માહી’નો ફર્સ્‌ટ લૂક તાજેતરમાં જ રિલીઝ કરવામાં આવ્યો હતો. તસવીર શેર કરતી વખતે અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું- ’ક્રિકેટ કેમ્પ..મિસ્ટર એન્ડ મિસિસ માહી.’ આ તસવીરમાં જાન્હવી કપૂર ક્રિકેટ રમતી જોવા મળી હતી. આ ફિલ્મમાં જાન્હવીની સામે રાજકુમાર રાવ લીડ રોલમાં છે.

Previous articleબોટાદથી નિવૃત આઈજીના પુત્રનું પોલીસ કોન્સ્ટેબલ સહીત ૭ શખ્સે અપહરણ કર્યુ
Next articleરોહિત શર્મા ભારતનો ૩૫માં ટેસ્ટ કેપ્ટન બન્યા