ભાવનગરની મહેંદી સ્કૂલ ખાતે ટ્રાફિક અવરનેસ કાર્યક્રમ યોજાયો, વિદ્યાર્થીઓને ટ્રાફિકના નિયમોથી અવગત કરાયા

66

ટ્રાફિક પોલીસ વિભાગના અધિકારીઓ સાથે માનવ અધિકાર પંચના સચિવ ઉપસ્થિત રહ્યા
ભાવનગર શહેરના શિશુવિહાર સર્કલ પાસે આવેલી મહેંદી સ્કૂલ ખાતે ટ્રાફિક અવરનેસ કાર્યક્રમ યોજાયો હતો. શહેર-જિલ્લા ટ્રાફિક પોલીસ વિભાગના અધિકારીઓ સાથે માનવ અધિકાર પંચના સચિવની ઉપસ્થિતિમાં સ્કૂલના બાળકોને ટ્રાફિકના નિયમો સાથે જાહેર યાતાયાત અંગેની જરૂર માહિતીઓથી અવગત કરાવવામાં આવ્યાં હતાં.

આજે દેશમાં માર્ગોપર ટ્રાફિક સમસ્યા સાથે માર્ગ અકસ્માતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે ભારતની ભાવી પેઢીને ટ્રાફિકના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન થકી સચોટ માહિતિથી અવગત કરાવી આગામી દિવસોમાં સમસ્યા હળવી કરવા માટે એક શ્રેષ્ઠ માધ્યમ બની શકે છે. શહેરમાં આવેલી મહેંદી સ્કૂલ તથા ભાવનગર પોલીસના સંયુક્ત ઉપક્રમે આજરોજ મહેંદી સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓ માટે ટ્રાફિક અવરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાવનગર શહેર ટ્રાફિક પોલીસ વિભાગના પીઆઈ પી.ડી પરમાર જિલ્લા ટ્રાફિક પોલીસ વિભાગના પી.આઈ આર.જે રહેવર ગુજરાત રાજ્ય માનવ અધિકાર પંચના સચિવની ઉપસ્થિતિમાં ટ્રાફિક અવરનેસ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીનીઓને ટ્રાફિકના નિયમો તેમજ વાહન ડ્રાઈવ સમયે જરૂરી અને પાલન કરવા માટે અનિવાર્ય નિયમોની રસપ્રદ માહિતી પોલીસ અધિકારીઓએ આપી હતી. સાથોસાથ ટ્રાફિકના નિયમોનું પાલન કરવા ભાર પૂર્વક જણાવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા મહેંદી સ્કૂલના સ્ટાફ અને ટ્રસ્ટીગણે જહેમત ઉઠાવી હતી.

Previous articleહિજાબ વિવાદને લઇ ભાજપ નેતૃત્વમાં બેચેનીનો માહોલ
Next articleબોટાદ જિલ્લા પોલીસ દ્વારા બાળકોને ગુડ ટચ અને બેડ ટચ વિશે સમજ આપી