બોટાદ જીલ્લાના રાણપુર તાલુકા પંચાયત શિક્ષણ કચેરી અને સમગ્ર શિક્ષા કચેરી રાણપુર ના સંયુક્ત ઉપક્રમે રાણપુર તાલુકા કક્ષાની અંડર 14 દેશ ભક્તિ થીમ પર આધારીત બાળ પ્રતિભા શોધ સ્પર્ધા મુખ્ય કુમાર શાળા રાણપુર ખાતે યોજવામાં આવી હતી.આ સ્પર્ધા રાણપુર તાલુકાના જુદાજુદા 7 પે સેન્ટર શાળાઓમાં પ્રથમ ક્રમે વિજેતા થયેલ વિદ્યાર્થીઓ દ્વારા ઉત્સાહભેર ભાગ લેવામાં આવ્યો હતો. જેમાં વકૃત્વ સ્પર્ધા, ગીત સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા અને નૃત્ય સ્પર્ધા મા 55 જેટલા પ્રતિભાશાળી વિધાર્થીઓ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો.સ્પર્ધાને સફળ બનાવવા માટે રાણપુર તાલુકાના બંને સંઘો દ્વારા મદદ કરવામાં આવી હતી જેમાં રાણપુર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ ના પ્રમુખ મહોબતસિંહ ચાવડા તથા મહામંત્રી હસમુખભાઈ પટેલ દ્વારા વિદ્યાર્થીઓને ભરપેટ નાસ્તો આપવામાં આવ્યો હતો.જ્યારે રાણપુર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ કેશુભાઈ જોગરાણા તેમજ મહામંત્રી પ્રભાતસિંહ સોલંકી દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે ફૂલસ્કેપ બુક તથા બોલપેન આપવામાં આવી હતી.રાણપુર તાલુકાના બી.આર.સી કૉ ઓર્ડીનેટર રમેશભાઈ રાઠોડ તથા સી.આર.સી મિત્રો દ્વારા તમામ સ્પર્ધાઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.
રાણપુર તાલુકાના કેળવણી નિરિક્ષક કરણસિંહ લીંબોલા દ્વારા વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓ જાગ્રત થાય તેના માટે પ્રેરક માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ.રાણપુર તાલુકા કક્ષાની વિવિધ સ્પર્ધાઓમાં વકૃત્વ સ્પર્ધામાં જાળીલા પ્રાથમિક શાળાના ચૌહાણ સબીનાબેન, ચિત્ર સ્પર્ધામાં ખસ કુમાર પ્રાથમિક શાળાના રાઠોડ વૈભવભાઇ, ગીત સ્પર્ધામાં ધારપીપળા પ્રાથમિક શાળાના ધરજીયા કાજલબેન તેમજ નૃત્ય સ્પર્ધામાં નાની વાવડી પ્રાથમિક શાળાની દીકરીઓનું ગ્રુપ પ્રથમ ક્રમે વિજેતા બનેલ હતું. આ કાર્યક્રમની આભારવિધિ અલમપુર ક્લસ્ટરના સી.આર.સી.કો-ઓર્ડીનેટર જેજરીયા અશોકભાઈ દ્વારા કરવામાં આવી હતી તેમજ સમગ્ર કાર્યક્રમનું સંચાલન જાળીલા ક્લસ્ટરના સીઆરસી કોઓર્ડીનેટર ગાબુ મેહુલભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું.સંપૂર્ણ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે રાણપુર તાલુકા મુખ્ય કુમાર શાળા સ્ટાફ તેમજ તેના આચાર્ય હસમુખભાઈ પટેલ દ્વારા સુંદર વ્યવસ્થા અને આયોજન કરવામાં આવ્યું હતું.
તસવીર-વિપુલ લુહાર,રાણપુર