કોરોનાની ચોથી લહેરનાં ભણકારા, નવો વેરિયન્ટ બિલકુલ હળવો હશે

80

બીએ.૨ સબ-વેરિયન્ટ પણ જે અગાઉ કોરોનાના બીએ.૧ સબ-વેરિયન્ટના સંપર્કમાં આવ્યાં હોય તેમને સંક્રમિત નહીં કરે તેવી પ્રબળ શક્યતા
નવી દિલ્હી,તા.૨૨
ભારતમાં કોરોના વાયરસની ત્રીજી લહેરનો અંત આવી રહ્યો છે ત્યાં હવે ચોથી લહેરના ભણકારા વાગવાના શરુ થઈ ગયા છે. આ સિવાય ભારતીય એક્સપર્ટ્‌સ દ્વારા ઓમિક્રોનના સબ-વેરિયન્ટ બીએ.૨ને લઈને એક સારી ખબર આપી છે. એટલે કે કોરોનાના નવા કેસમાં ડિસેમ્બરમાં વધારો થયા બાદ દોઢ મહિનાની અંદર ત્રીજી લહેર લગભગ પૂર્ણ થયા બાદ હવે ચોથી લહેરને લઈને સંભાવનાઓ વ્યક્ત કરાઈ રહી છે. આ સાથે જ નવો વેરિયન્ટ પણ હળવો રહેશે તેવી શક્યતાઓ એક્સપર્ટ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સિવાય દેશમાં ચોથી લહેરની સંભાવનાને લઈને આગાહીઓ પણ કરાઈ રહી છે. નેશનલ આઈએમએકોવિડ ટાસ્ક ફોર્સના કો-ચેરમેન ડૉ. રાજીવ જયદેવન કહે છે કે, બીએ.૨ સબ-વેરિયન્ટ પણ જે અગાઉ કોરોનાના બીએ.૧ સબ-વેરિયન્ટના સંપર્કમાં આવ્યા હોય તેમને સંક્રમિત નહીં કરે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. ડૉ જયદેવન જણાવે છે કે, “બીએ.૨ એ ઓમિક્રોનનો જ પિતરાઈ છે. તે નવો વાયરસ કે નવો સ્ટ્રેન નથી. બીએ.૨ અગાઉની સરખામણીમાં વધારે ઝડપથી સંક્રમણ ફેલાવનારો સાબિત થઈ શખે છે, પરંતુ તેનાથી કોઈ મુશ્કેલી ઉભી નહીં થાય. જેઓ બીએ.૧થી સંક્રમિત થયા છે તેઓ બીએ.૨થી સંક્રમિત નહીં થાય. જોકે, કોરોના વાયરસની ચોથી લહેર આવશે તેવી સંભાવના ઓછી મનાઈ રહી છે. રિપોર્ટ્‌સ મુજબ જો કોરોનાનો કોઈ નવો વેરિયન્ટ આવે તો આગામી ૬થી ૮ મહિનામાં ચોથી લહેર આવે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. પરંતુ હાલ તો ભારત ત્રીજી લહેરને ઝપથી માત આપી રહ્યું છે.ભારતમાં કઈકાલે કોરોનાના દૈનિક કેસનો આંકડો ૧૬ હજારે પહોંચ્યા બાદ આજે આંકડો ૧૩ હજારે પહોંચી ગયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા રજૂ કરાયેલા આંકડા પ્રમાણે દેશમાં ૨૪ કલાકમાં ૧૩,૪૦૫ કેસ નોંધાયા છે, જ્યારે વધુ ૩૪,૨૨૫ દર્દીઓ સાજા થયા છે અને ૨૩૫ દર્દીઓના મોત થઈ ગયા છે. ભારતમાં કોરોનાના નવા કેસમાં ઘટાડો અને સજા થતા દર્દીઓની સંખ્યા વધતા એક્ટિવ કેસ ઘટીને ૧,૮૧,૦૭૫ થઈ ગયા છે, જેની કુલ સંક્રમણ સામેની ટકાવારી ૦.૪૨ થાય છે. દૈનિક પોઝિટિવિટી રેટ ઘટીને ૧.૨૪% થઈ ગયો છે.

Previous articleદેશમાં કોરોનાના આજે નવા ૧૩ હજારથી વધુ કેસ
Next articleઉત્તરાખંડમાં લગ્નમાંથી પરત ફરેલું વાહન ખીણમાં ખાબકતાં ૧૪ લોકોનાં મોત