કેએલ રાહુલે કર્યું હ્રદયસ્પર્શી કામ, દુર્લભ બીમારીથી પીડિત બાળક માટે ૩૧ લાખનું દાન

73

મુંબઇ,તા.૨૩
ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી કેએલ રાહુલ પોતાના પ્રદર્શનને કારણે અવારનવાર ચર્ચામાં રહે છે. પરંતુ આ વખતે તેણે એવું કામ કર્યું છે, જેને જાણીને તમે પણ તેને સલામ કરશો. કેએલ રાહુલે ૧૧ વર્ષના બાળકની સર્જરીમાં આર્થિક મદદ કરી છે. મુંબઈની હોસ્પિટલમાં દાખલ વરદના ઓપરેશન માટે રાહુલે ૩૧ લાખ રૂપિયા દાનમાં આપ્યા છે. આ કારણે તેના ખૂબ વખાણ થઈ રહ્યા છે. વરદ નલવડે, એક દુર્લભ રક્ત રોગ સામે લડી રહ્યા હતા, તેમને બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ માટે ૩૫ લાખ રૂપિયાની જરૂર હતી. આ માટે વરદના માતા-પિતાએ ગયા ડિસેમ્બરમાં એનજીઓ દ્વારા ૩૫ લાખ રૂપિયા એકત્ર કરવા અભિયાન શરૂ કર્યું હતું. જ્યારે રાહુલને આ માહિતી મળી તો તેણે ૩૧ લાખ રૂપિયા દાનમાં આપ્યા. કેએલ રાહુલના આ પગલાની સોશિયલ મીડિયા પર ખૂબ પ્રશંસા થઈ રહી છે.કેએલ રાહુલે કહ્યું, “મને વરદની સ્થિતિ વિશે જાણ થઈ અને મેં મારી ટીમને ગીવ ઈન્ડિયા દ્ગર્ય્ંનો સંપર્ક કરવા કહ્યું. આ દ્વારા હું તેને મદદ કરવા માંગતો હતો. મને ખુશી છે કે વરદની સર્જરી સફળ રહી. મને આશા છે કે ટૂંક સમયમાં વરદ તેના પગ પર હશે. અને હું આશા રાખું છું કે મારું આ યોગદાન વધુને વધુ લોકોને આગળ આવવા અને જરૂરિયાતમંદ લોકોને મદદ કરવા પ્રેરણા આપશે. ઉલ્લેખનીય છે કે, ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ખેલાડી કેએલ રાહુલ ઈજાના કારણે હાલ આરામ પર છે. વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે શ્રેણીની બીજી મેચમાં તે ઈજાગ્રસ્ત થયો હતો. આ કારણોસર તે શ્રીલંકા સામેની ટી૨૦ અને ટેસ્ટ શ્રેણીનો ભાગ નથી.

Previous articleરાખીએ લોકોને ગરીબોને ખાવાનું આપવા અપીલ કરી
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે