લગ્ન ગાળો ફક્ત દસ માસનો હોય મૃતક મહિલાનું ફોરેન્સિક પીએમ કરવામાં આવ્યું, સાસરીયાઓ વિરુદ્ધ ગંભીર આક્ષેપ
ભાવનગર તા.૨૪
ભાવનગર જિલ્લાના મહુવામાં એક રાષ્ટ્રીયકૃત બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવતા શખ્સોની પત્નીએ તેણીનાં ઘરે શંકાસ્પદ હાલતમાં ગળાફાંસો ખાઈ લેતાં મહુવા પોલીસે મૃતક મહિલાને ભાવનગર સર.ટી હોસ્પિટલમાં ખસેડી હતી જયાં તેણીનું ફોરેન્સિક પીએમ કરવામાં આવ્યું હતું. સમગ્ર બનાવ અંગે મહુવા પોલીસ મથકે થી જાણવા મળતી વિગતો અનુસાર મહુવા તાલુકાના નેસવડ ગામે આવેલ એસબીઆઈ બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવતા મૂળ બિહારના વિવેક કમલનિરંજન કુશ્વાહ ના લગ્ન આજથી દસ માસ પૂર્વે જ્ઞાતિના રીતીરીવાઝ મુજબ બિહાર રાજ્યના સિધ્ધપુર જિલ્લામાં રહેતી રશ્મિકિંજલ ઉ.વ.૨૫ સાથે થયા હતા ત્યારબાદ વિવેક પત્ની તથા પરિવાર ને લઈને મહુવા શહેરમાં આવેલી ગંગોત્રી સોસાયટીમાં સ્થાયી થયો હતો દરમ્યાન ગઈ કાલે વિવેક ની પત્ની રશ્મિકિંજલ એ તેણીના ઘરે કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો જે અંગે મહુવા પોલીસને જાણ કરતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતક પરણીતાનો મૃતદેહ કબ્જે કરી પરણીતાના પીયરીયાઓને જાણ કરતાં તેઓ બિહાર થી અહીં આવી પહોંચ્યા હતા અને પોલીસને એવી ચોક્કાવનારી વિગતો આપી હતી કે માત્ર દસ માસના ટૂંકા લગ્ન ગાળામાં સાસરીયાઓએ પરણીતાને ખૂબ જ શારીરિક માનસિક ત્રાસ આપતાં હતાં અને અસહ્ય માર ને પગલે પરણીતા ત્રણ વાર સાસરીયુ છોડી પિયર આવી હતી પરંતુ પરિજનો અને જ્ઞાતિના અગ્રણીઓ ની સમજાવટથી ત્રણ વાર સાસરીયે મોકલી હતી આમ છતાં સાસરીયાઓએ હેરાન પરેશાન કરવાનું બંધ કર્યું ન હતું આજે જયારે મૃતકનો મૃતદેહ જોયો તો શરીર પર માર મારી ઈજાઓ કર્યાં ના નિશાન સ્પષ્ટ જોવા મળ્યાં છે ે મહુવા પોલીસે પિયરીયાઓના નિવેદનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.