કાળીયાબિડ વિસ્તારમાં કોંગી સભ્યોના હસ્તાક્ષેપને પગલે વિલંબમાં પડેલ રોડ નિર્માણ કાર્ય શરૂ થયું

90

ભાવનગર શહેરના કાળીયાબિડ વિસ્તારમાં આવેલ સાગવાડી એરીયામા આંતરિક માર્ગ નવો બનાવવા માટે સત્તાધીશો એ મંજૂરીની મ્હોંર મારી હતી પરંતુ કામ શરૂ ન થતાં સ્થાનિકોએ કોંગ્રેસના સભ્યોને વાત કરતાં કોંગી કાર્યકરોએ રજૂઆત કરતાં રોડ નિર્માણનું કાર્ય તત્કાળ શરૂ થયું છે. શહેરના અનેક વિસ્તારોમાં “વિકાસ” રીતસર રોડે ચડ્યો છે જયાં જરૂર નથી ત્યાં નવા રોડ રીકાર્પેટ કરવામાં આવી રહ્યાં છે પરંતુ જેતે વિસ્તારોમાં ખરેખર સારા રોડ-રસ્તાઓની તાતી આવશ્યકતા છે ત્યાં તંત્ર-સત્તાધીશો સ્થાનિકોની મૌલિક જરૂરિયાત ને સરેઆમ નઝર અંદાજ કરે છે આવી જ કંઈક વાત શહેરના એજ્યુકેશન હબ કાળીયાબિડ માં સાગવાડી વિસ્તારમાં નવો રોડ બનાવવા તંત્ર એ મંજૂરી આપી હતી પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા કામ ટલ્લે ચડાવી દેતાં સ્થાનિક ને ભારે હાલાકી વેઠવી પડી રહી હતી. જે સંદર્ભે સ્થાનિકો એ આ વિસ્તારના કોંગ્રેસના કાર્યકરો ને વાત કરતાં તેઓએ મહાનગરપાલિકા ના પૂર્વ વિરોધ પક્ષના નેતા જયદિપસિંહ ગોહિલને વાત કરતાં તેમણે મેયર,કમિશ્નર તથા રોડ વિભાગના અધિકારીઓ ને વાત કરતાં રોડ નિર્માણ નું કાર્ય તત્કાળ શરૂ કરવામાં આવ્યું છે જેને પગલે સ્થાનિકોમા રાહતની લાગણી વ્યાપી છે અને લોકો એ કોંગી કાર્યકરો તથા પૂર્વ વિપક્ષી નેતા જયદિપસિંહ ગોહિલનો આભાર માન્યો હતો.

Previous articleમહુવામાં પરણીતાએ ગળાફાંસો ખાધો
Next articleલોનની લાલચ આપી ડોક્યુમેન્ટ મેળવી પછાત વર્ગના લોકોના નામે અનેક સ્કુટરો લઈ વેચી માર્યા