ભારત તટસ્થ, કટોકટીના શાંતિપૂર્ણ ઉકેલની આશા

72

ભારતે યુએનમાં કહ્યું હતું કે, વાતચીત થકી આ વિવાદનો ઉકેલ લવાવો જોઈએ : યુદ્ધ ટળે તે દુનિયા માટે બહેતર હશે
રશિયાએ યુક્રેન પર કરેલા આક્રમણની દુનિયાના તમામ મોટા દેશો ઝાટકણી કાઢી રહ્યા છે. અમેરિકા, ફ્રાંસ, બ્રિટેન સહિત દેશોએ આ હુમલો રોકવા માટે રશિયાને સલાહ આપી છે.બીજી તરફ ભારતની પ્રતિક્રિયા પણ સામે આવી છે. ભારતના રાજ્ય કક્ષાના વિદેશ મંત્રી ડો.રાજકુમાર રંજન સિંહે કહ્યુ હતુ કે, ભારત આ મામલામાં ન્યૂટ્રલ છે. તેમને આ અંગેનો સવાલ પૂછવામાં આવ્યો હતો અને તેમણે મીડિયાને કહ્યુ હતુ કે, ભારત તટસ્થ છે અને આ કટોકટીનો શાંતિપૂર્ણ ઉકેલ આવે તેવી આશા રાખી રહ્યુ છે.ઉલ્લેખનીય છે કે, ભારતે આ મામલામાં અત્યાર સુધી કોઈની તરફે સ્ટેન્ડ લીધુ નથી.ભારતે તટસ્થ રહેવાની નીતિ અપનાવી છે.ભારતે યુએનમાં પણ કહ્યુ હતુ કે, વાતચીત થકી આ વિવાદનો ઉકેલ લવાવો જોઈએ. યુધ્ધ ટળે તે દુનિયા માટે બહેતર હશે.
બીજી તરફ ચીન પણ રશિયા અને યુક્રેન જંગ અંગે કશુ કહી રહ્યુ નથી.ચીન જોકે આ પહેલા રશિયાના સમર્થનમાં નિવેદન આપી ચુકયુ છે.

Previous articleયુક્રેન-રશિયા યુદ્ધમાં દખલ કરનારે પરિણામ ભોગવવા પડશે : પુતિન
Next articleરશિયાને જવાબ આપવા નાટો દેશ તૈયાર, યુએસની સેના યુક્રેન ભણી