બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં મોડેલ સ્કુલ ખાતે આઈ.ટી.આઈ.રાણપુર દ્વારા માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આઈ.ટી.આઈ. રાણપુરના ઇન્સટ્રકટર અશ્વિનભાઈ દાવડા અને અલ્પેશભાઈ ચૌહાણ દ્વારા ધોરણ ૮, ૯ અને ૧૦ પછી થતા આઈ .ટી.આઈ.ના કોર્ષની સમજ આપી હતી તેમજ ભવિષ્યમાં રોજગારીની તકો વિષે રસપ્રદ માહિતી આપી હતી. આ સેમિનારનો લાભ બહોળી માત્રામાં શાળાના વિદ્યાર્થીઓએ લીધો હતો. કાર્યક્રમની આભારવિધિ શાળાનાં શિક્ષક કે.એન.રાઠોડે કરી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના સમગ્ર સ્ટાફ મિત્રો સહભાગી થયા હતા.
તસવીર-વિપુલ લુહાર,રાણપુર