આજરોજ બોટાદ જીલ્લાના પાળીયાદ ગામે આવેલ પ્રસિધ્ધ દેહણ જગ્યા એવી પરમ પૂજ્ય શ્રી વિસામણ બાપુની જગ્યા મા ગુજરાત ભાજપ યુવા મોરચા ના પ્રદેશ પ્રમુખ પ્રશાંતભાઈ કોરાટ,જયભાઈ શાહ અને બોટાદ જિલ્લા યુવા પ્રમુખ જીગ્નેશભાઈ બોળીયા અને ભાજપ ના કાર્યકરો ઠાકર શ્રી વિહળાનાથ ના દર્શન કરવા આવેલ ત્યારબાદ પરમ પૂજ્ય શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર મહંત શ્રી નિર્મળાબા ના આશીર્વાદ લીધા હતા અને પૂજ્ય શ્રી ભયલુબાપુ દ્વારા શ્રી પ્રશાંતભાઈ કોરાટ નું ફૂલહાર અને શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતુ ત્યારબાદ ઠાકર નો પ્રસાદ લઈ જગ્યા ની બણકલ ગૌશાળા ની મુલાકાત લઈ ખૂબ રાજીપો વ્યક્ત કરેલ.
તસવીર-વિપુલ લુહાર