ભાજપ-કોંગ્રેસ વચ્ચે પ્રતિષ્ઠાનો જંગ

81

સત્તા કબજે કરવા ભાજપ મેદાનમાં, સત્તા જાળવી રાખવા કોંગ્રેસ એડીચોટીનું જોર લગાવશે
ભાવનગરમાં 12 વર્ષ બાદ આજે સોમવારે ભાવનગર ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટીવ બેન્કની ચૂંટણીમાં મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને તમામ બુથો પર શાંતિપૂર્ણ રીતે મતદાન થઈ રહ્યું છે. જેમાં કુલ 16 બેઠકો પૈકી 3 બેઠકો બિનહરીફ થતા હાલ 13 બેઠકો માટે 29 ઉમેદવારો વચ્ચે જંગ ખેલાશે. ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઇ માંડવીયાએ પણ પાલીતાણાની મામલતદાર કચેરી ખાતે મતદાન કર્યું હતું,

આ બેંકમાં સત્તા કબજે કરવા આ વખતે ભાજપ મેદાનમાં છે, જ્યારે સત્તા જાળવી રાખવા કોંગ્રેસ પણ એડીચોટીનું જોર લગાવી રહી છે. આ ચૂંટણીમાં મતદાન માટે પાલીતાણા ખાતે કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ પણ પાલીતાણા ખાતે મતદાન કરી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ભાવનગર ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટીવ બેન્કની યોજાઈ રહેલી ચૂંટણી માટે આજે સોમવારે વહેલી સવારથી ભાવનગરમાં વિદ્યાનગર ખાતે વિટીસી સેન્ટર ખાતે તેમજ જિલ્લાઓમાં અન્યત્ર જગ્યાઓ પર મતદાન પ્રક્રિયાનો ભાવનગર-અમરેલી અને બોટાદ જિલ્લામાં પ્રારંભ થયો છે. ભાવનગર ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટીવ બેન્કની કુલ 16 બેઠકો પૈકી સાવરકુંડલા-જેસર અને ખ વિભાગની બેઠકો બિનહરીફ થઇ છે. જેમાં બે ભાજપ અને એકમ કોંગ્રેસના ઉમેદવાર બિનહરીફ જાહેર થતા હાલ 13 બેઠકો પર 29 ઉમેદવારો વચ્ચે જંગ ખેલાઈ રહ્યો છે. જેમાં ભાજપ-કોંગ્રેસના 13-13 ઉમેદવારો અને 3 અપક્ષના ઉમેદવારો શામેલ છે. આ ચૂંટણી ભાજપ-કોંગ્રેસ બંને માટે પ્રતિષ્ઠાનો જંગ હોઈ બંને પક્ષોના લોકો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ભાજપ બેન્કની સત્તા કબજે કરી કોંગ્રેસનું એકચક્રી શાસનને ખત્મ કરવા મેદાને છે તો કોંગ્રેસ ફરી સત્તા કાયમી રાખવા મેદાને છે. ઉલ્લેખનીય છે કે 2 ફેબ્રુઆરીના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે.

Previous articleયુક્રેનમાં ફસાયેલા ભારતીયો સરકારની એડવાઈઝરીને બરોબર સમજી તેનું અમલ કરેઃ મનસુખ માંડવીયા
Next articleમગજની ગંભીર બીમારીથી પીડાતા બાળકના જન્મદિવસની ઉજવણી ભાવનગરની બજરંગદાસ બાપા હોસ્પિટલ દ્વારા કરાઇ