ચૌદ બ્રહ્માંડના આધિપતિ દેવાધિદેવ મહાદેવનું મહા પર્વ મહાશિવરાત્રી

60

શિવાલયોમાં ત્રણ પ્રહરની મહાપૂજા સાથે હર હર મહાદેવના નાદ સાથે માહોલ શિવમય સર્જાશે
દેવોનાં દેવ મહાદેવને પ્રસન્ન કરવાનું પર્વ એટલે મહા શિવરાત્રી ની આજરોજ સમગ્ર ગોહિલવાડ માં ભારે આસ્થાભેર ઉજવણી કરવામાં આવશે મહા શિવરાત્રી અન્વયે શહેર-જિલ્લા માં આવેલ શિવાલયોમાં ભક્તો દ્વારા તડામાર તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.પ્રતિવર્ષ હિંન્દુ માસ મહાવદ અમાસ ના દિવસને મહાશિવરાત્રી પર્વ તરીકે આદિકાળથી ઉજવવામાં આવે છે તેત્રીસ કરોડ દેવી-દેવતાઓ માં પ્રધાન દેવ જો કોઈ હોય તો તે મહાદેવ છે આજરોજ ભાવનગર શહેર જિલ્લામાં હર્ષોલ્લાસ સાથે કરવામાં આવશે.

શિવ ભક્તો વહેલી સવારથી મોડી રાત સુધી શિવાલયોમાં ભીડ જમાવી મહાદેવની પૂજા અર્ચના કરશે ભોળાનાથ ને પ્રિય ભાંગનો પ્રસાદ ચડાવશે એ સાથે અલગ અલગ પદાર્થો નો અભિષેક કરી સુરભિક્ષ ની કામનાઓ કરશે શહેરમાં આવેલા પ્રાચિન શિવાલયો જેમાં જશોનાથ, તખ્તેશ્ર્‌વર મહાદેવ, ગંગનાથ મસાદેવ સહિતના શિવાલયોમાં શિવભક્તો નો મેળો જામશે શહેરમાં આવેલા શિવ મંદિરોને સુંદર રોશની થી ઝળહળતા કરવામાં આવ્યાં છે આ ઉપરાંત દર વર્ષે જે શોભાયાત્રા યોજવામાં આવશે છે તો જિલ્લા ના ઐતિહાસિક મહત્વ ધરાવતા નિષ્કલંક, ગોપનાથ, સિહોર ગૌવતમેશ્ર્‌વર સહિતના શિવાલયમાં ભક્તો ઉમટી પડવાની પુરેપુરી શક્યતા જોવાઈ રહી છે શ્રધ્ધાળુઓ આજે ઉપવાસ રાખી ફળાહાર માં શકકરીયા,સામો,રાજગરો,બટેટા,સાબુદાણા તથા ફળફળાદિ આરોગી ભાંગનો પ્રસાદ ગ્રહણ કરશે અનેક શિવાલયોમાં હોમાત્મક લઘુરૂદ્ર,સહિતના કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે આજના દિને શિવજીની ત્રણ પ્રહરની મહાપૂજા નું વિશેષ મહાત્મ્ય શાસ્ત્રોમાં વર્ણવ્યું છે આથી આધિ-વ્યાધિ, ઉપાધિ માથી અને સાંસારિક વિટંબણાઓ માથી મુક્ત થવા જીવ શિવના શરણે જશે.

Previous articleરશિયા-યુક્રેનમાં યુધ્ધની આફતમાં ઘેરાયેલાં વિદ્યાર્થીઓ પૈકી પ્રાપ્તિ કામદાર વિદ્યાર્થીની હેમખેમ પરત ફરી
Next articleયુક્રેનથી પરત આવેલા ૨૭ ગુજરાતીનું CMએ કર્યું સ્વાગત