ભોજન-ભજન-ભક્તીના ત્રિવેણી સંગમ સાથે રાણપુરમાં ગીરનારી આશ્રમ ખાતે મહા શિવરાત્રીની ભવ્ય ઉજવણી કરાઈ.

293

બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં પાળીયાદ રોડ ઉપર આવેલ ગીરનારી આશ્રમ ખાતે દર વર્ષે મહા શિવરાત્રી ની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવે છે.ત્યારે આજરોજ મહા શિવરાત્રી ના તહેવાર નિમિત્તે ગીરનારી આશ્રમના મહંત પુજ્ય પુરણનાથ બાપુના સાનિધ્યમાં મહાશિવરાત્રી ની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી.

જેમાં આરતી,ધુન,ભજન તેમજ આશ્રમ ખાતે આવતા દરેક ભક્તો માટે મહાપ્રસાદ,ભોજન,ફળ પ્રસાદ તેમજ લીલાગર પ્રસાદ ની વ્યવસ્થા કરવામાં આવી હતી.મોટી સંખ્યામાં લોકો ગીરનારી આશ્રમે ઉમટી પડ્યા હતા.તેમજ રાત્રે નામીઅનામી કલાકારો દ્વારા સંતવાણી યોજવામાં આવી જ્યારે રાણપુર શહેરમાં કપિલેશ્વર મહાદેવ,જડેશ્વર મહાદેવ,ભીડભંજન મહાદેવ,બાલાજી મંદીર સહીતના મંદીરોમાં શિવરાત્રી ની આસ્થાસભર ઉજવણી કરવામાં આવી હતી.
તસવીર-વિપુલ લુહાર,રાણપુર

Previous articleભાવનગરના શિવાલયોમાં ત્રણ પ્રહરની મહાપૂજા સાથે “હર હર મહાદેવ”નો નાદ ગુંજી ઉઠ્યો, ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું
Next articleચોથા દિવસે પણ કોરોનાનો એકપણ કેસ ન નોંધાયો