ઉનાળો દેખાયો : શાકભાજી ભાવમાં ગરમી

138

ઉનાળામાં મળતાં શક્કરટેટી, તરબૂચ, દ્રાક્ષના ભાવ ઓછા જ્યારે શાકભાજીના ભાવ આસમાને
શિયાળાની સિઝન પુરી થતા ઉનાળાની સિઝન શરૂ થઇ છે. ઉનાળાની શરૂઆતમાં જ શાકભાજીના ભાવમાં ધીમી ગતિએ વધારો નોંધાઇ રહ્યો છે. જ્યારે ભરઉનાળે શાકભાજીના ભાવ આસમાને પહોંચશે તેવી શક્યતાઓ રહેલી છે. શાકભાજીના ભાવ વધતા ગૃહિણીઓના રસોડાના બજેટને સીધી અસર થશે. હાલમાં ભાવનગર શહેરમાં પણ શાકભાજીના ભાવોમાં વધારો નોંધાયો છે.
ભાવનગરની શાકભાજીની માર્કેટમાંથી વેપારીઓ પાસેથી ભાવો મુજબ હાલમાં રિંગણા એક કિલોનો ભાવ રૂા.૩૦ થી ૬૦, ટમેટા ૧૦ થી ૩૦, બટેટા ૧૦ થી ૨૦, ડુંગળી ૨૦ થી ૪૦, મરચા ૬૦ થી ૮૦, આદુ ૩૦ થી ૫૦, કોથમરી ૨૦ થી ૪૦, કોથમરી ૨૦ થી ૩૦, દુધી ૨૦ થી ૩૦, કોબી ૨૦ થી ૩૦, ફુલાવર ૧૦ થી ૩૦, ભીંડો ૬૦ થી ૮૦, ગુવાર ૮૦ થી ૧૦૦, ચોળી ૮૦ થી ૧૦૦, સુરણ ૩૦ થી ૪૦, તુરીયા ૮૦ થી ૧૦૦, પાપડી ૬૦ થી ૮૦, વાલોળ ૩૦ થી ૫૦, ગાજર ૧૦ થી ૩૦, બીટ ૨૦ થી ૩૦, ગલકા ૬૦ થી ૮૦, આરીયા ૩૦ થી ૫૦, ટીંડોરા ૬૦ થી ૮૦, સરગવો ૬૦ થી ૮૦, વટાણા ૩૦ થી ૫૦, મેથી ૨૦ થી ૩૦, ચણા ૬૦ થી ૮૦ના ભાવ બજારમાં જોવા મળી રહ્યાં છે. વેપારીઓને રૂબરૂ મળી પુછતા વેપારીઓનું માનવું છે કે હજુ તો ઉનાળાની સિઝન શરૂ થઇ છે. હાલમાં ધીમી ગતિએ ભાવ વધારો નોંધાઇ રહ્યો છે પણ આવનારા દિવસોમાં શાકભાજીના ભાવ વધશે કારણ કે ઉનાળાની સિઝનમાં શાકભાજીની આવક ઘટે છે જેના કારણે ભાવ વધે છે. શાકભાજીના ભાવ વધતા ગૃહિણીઓના રસોડાના બજેટને સીધી જ આર્થિક અસર પહોંચશે. બજારમાં ભાવ વધતા દેકારો થશે. બીજી તરફ મોસંબી, સંતરા, દાડમ, ચીકુ, પપૈયું, સકરટેટી અને તરબૂચની ધૂમ આવક બજારમાં થઈ રહી છે અને તે પણ પરવડે તેવા ભાવથી પપૈયુ રૂ.૪૦ પ્રતિ કિલો, સકરટેટી રૂ.પ૦ની કિલો, તરબુચ રૂ.રપ, દ્રાક્ષ રૂ.પ૦, કાળી દ્રાક્ષ રૂ.૧૦૦, સંતરા રૂ.પ૦, મોસંબી રૂ.૬૦ના કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. શાકભાજીના વધેલા ભાવ કરતાં પ્રતિ કિલો રૂ.પ૦ થી ૮૦એ ફ્રૂટ સસ્તા મળી રહ્યા છે. આધુનિક ટેકનોલોજીના કારણે શિયાળામાં પણ તરબૂચ, સકરટેટીનું ઉત્પાદન વહેલું અને મબલખ પ્રમાણમાં થયું છે.

Previous articleચોથા દિવસે પણ કોરોનાનો એકપણ કેસ ન નોંધાયો
Next articleઅખિલેશ સોસાયટીમાંથી ઈંગ્લીશ દારૂ અને બિયરનો જથ્થો ઝડપાયો