અભેસિંહ રાવલ દાહોદ ડાયાલીસીસ સિંગલ યુઝ એન્ડ બ્લડ ફ્યુઝનને ફરજિયાત કરનારું ગુજરાત દેશનુ પ્રથમ રાજ્ય : રાજ્ય આરોગ્યમંત્રી નિમિષાબેન સુથાર

281

આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલએ દેવગઢ બારીયાના સરકારી હોસ્પીટલ ખાતે નવા અદ્યતન ડાયાલિસિસ વિભાગનું આજે વડનગર ખાતેથી કર્યું ઇ-લોકાર્પણ
દાહોદ
દાહોદ જિલ્લાના નવા ૧૨ આરબીએસકે વાહનોને ફલેગ ઓફ કરીને પ્રારંભ કરાવતા રાજ્ય આરોગ્યમંત્રી નિમિષાબેન સુથાર આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલએ દેવગઢ બારીયાના સરકારી હોસ્પીટલ ખાતે નવા અદ્યતન ડાયાલિસિસ વિભાગનું આજે વડનગર ખાતેથી ઇ-લોકાર્પણ કર્યું છે. રાજ્ય આરોગ્યમંત્રી નિમિષાબેન સુથાર દેવગઢ બારીયાથી વડનગર ખાતેના કાર્યક્રમમાં વર્ચ્યુઅલી જોડાયા હતા. તેમજ દાહોદ જિલ્લાના નવા ૧૨ આરબીએસકે વાહનોને ફલેગ ઓફ કરીને પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે આરોગ્ય રાજયમંત્રી સુથારે જણાવ્યું કે, રાજ્યના ગરીબમાં માણસને
ઉત્તમ આરોગ્ય સુવિધા મળી રહે એ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. તેમણે જણાવ્યું કે, ડાયાલીસીસ સિંગલ યુઝ એન્ડ બ્લડ ફ્યુઝનને ફરજિયાત કરનારું ગુજરાત દેશનુ પ્રથમ રાજ્ય છે. પ્રધાન મંત્રી નરેન્દ્રભાઇ મોદીના જન આરોગ્ય સુખાકારી માટેના સંકલ્પ સાથે વન ગુજરાત, વન ડાયાલીસીસના શુભ સંકલ્પ સાથે રાજ્ય સરકાર કામ કરી રહી છે. ગરીબમાં ગરીબ માણસને સ્થાનિક સ્તરે તમામ આરોગ્ય સેવાઓ મળતી થઇ છે. સર્વે સન્તુ નિરામયાની ભાવના સાથે રાજ્ય સરકાર આરોગ્ય સેવાઓ સામાન્ય માણસ સુધી પહોંચતી કરી છે. તેમણે કહ્યું કે, દુનયાની સૌથી મોટી આરોગ્ય સેવા આયુષ્યમાન મા યોજના થકી દેશના ૮૦ લાખ કુંટુંબોને મળી રહી છે. ગરીબ માણસ ગંભીર બિમારીથી પીડાય તો હોય તેણે પૈસાની ફિકર કરવાની રહેતી નથી. રાજ્યમાં પણ આરોગ્ય સુખાકારી ગરીબમાં ગરીબ માણસ સુધી પહોંચતી કરવામાં આવી છે. જિલ્લામાં પોષણ અભિયાન, વેક્સિનેશન અભિયાન, મીશન ઇન્દ્ર ધનુષ, નિરામય ગુજરાત જેવી વિવિધ યોજનાઓ થકી સમાજના દરેક વર્ગને આરોગ્ય સેવાઓથી આવરી લેવામાં આવ્યો છે. તેમણે ઉમેર્યું કે, જિલ્લામાં દેવગઢબારીયા સરકારી હોસ્પીટલ ખાતે નવા અદ્યતન ડાયાલિસિસ વિભાગ મળતાં હવે અહીંના સ્થાનિક લોકોને બહારના જિલ્લમાં જવાની ફરજ નહી પડે. અહીંના હોસ્પીટલ ખાતે ડાયાલિસિસ વિભાગની આરોગ્ય સુવિધાઓનો લાભ લેવા માટે મધ્યપ્રદેશથી પણ લોકો આવી રહ્યાં છે. આ ઉપરાંત પણ અન્ય તમામ અદ્યતન સુવિધાઓ અહીં મળી રહી છે. પૂર્વમંત્રી અને ધારાસભ્ય બચુભાઈ ખાબડે જણાવ્યું કે, દાહોદ જિલ્લાના છેવાડાના ગામ સુધી પણ સરકારની આરોગ્ય સુવિધાઓ મળી છે. ગ્રામ્ય સ્તરે પણ પેટા આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સુવિધાઓ મળતા લોકોની આરોગ્ય સુખાકારીમાં વધારો થયો છે. અહીંના સરકારી હોસ્પિટલમાં ડાયાલીસીસ વિભાગ મળતા તાલુકાના નાગરિકોને બહારના જિલ્લામાં સારવાર માટે જવું નહિ પડે એ મોટી રાહત મળશે. આ પ્રસંગે જિલ્લામાં નવા આરબીએસકેના ૧૨ વાહનોનો પણ પ્રારંભ રાજ્ય આરોગ્યમંત્રી નિમિષાબેન સુથાર સહિતના મહાનુભાવોએ ફલેગ ઓફ કરીને કરાવ્યો હતો. રાજ્ય આરોગ્યમંત્રીએ અહીંના સરકારી હોસ્પીટલના ડાયાલીસીસ વિભાગની મુલાકાત લઇ દર્દીઓ સાથે સંવાદ પણ કર્યો હતો. આ વેળા કલેકટર ડો. હર્ષિત ગોસાવી, જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારી, નગરપાલિકા પ્રમુખ ડો. ચાર્મીબેન સોની, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સી.આર. પટેલ, પૂર્વ ધારાસભ્ય તુષારબાબા તેમજ ઉર્વશી દેવી,સરતનભાઈ ચૌહાણ તેમજ નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતા.

Previous articleઅખિલેશ સોસાયટીમાંથી ઈંગ્લીશ દારૂ અને બિયરનો જથ્થો ઝડપાયો
Next articleઅજયે થોટી મિનિટોના રોલ માટે ૧૧ કરોડ ચાર્જ કર્યા