રોહિત સૌથી વધુ ટી ૨૦ મેચ રમનાર ખેલાડી બન્યો

70

મુંબઇ,તા.૧
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ શ્રીલંકા વિરુદ્ધ ધર્મશાલામાં રમાઈ રહેલી ત્રીજી ટી ૨૦ ઈન્ટરનેશનલ મેચમાં ઈતિહાસ રચી દીધો છે. રોહિત ટી ૨૦ ક્રિકેટમાં સૌથી વધુ મેચ રમનાર ખેલાડી બની ગયો છે. રોહિતનો આ રેકોર્ડ ૧૨૫મી ટી ૨૦ ઈન્ટરનેશનલ મેચ છે. આ સાથે તેણે પાકિસ્તાની ખેલાડી શોએબ મલિકનો રેકોર્ડ તોડી નાખ્યો છે. મલિકના નામે ૧૨૪ ટી ૨૦ આંતરરાષ્ટ્રીય મેચ રમવાનો રેકોર્ડ છે. રોહિતને હાલમાં જ ભારતીય ટીમના ત્રણેય ફોર્મેટનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. સુકાની તરીકે તે શ્રેણીબદ્ધ નવા રેકોર્ડ બનાવી રહ્યો છે. ટીમ ઈન્ડિયાએ નિયમિત કેપ્ટન તરીકે રમી છે તે દરેક શ્રેણી જીતી છે. શ્રીલંકા સામે પણ ટીમ રવિવારે ટી-૨૦ સિરીઝની ત્રીજી મેચ રમી રહી છે પરંતુ સિરીઝ પહેલા જ જીતી ચૂકી છે. ભારતે પ્રથમ મેચ ૬૨ રને અને બીજી મેચ ૭ વિકેટે જીતી હતી. પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી સૌથી વધુ ટી૨૦ મેચ રમવાના મામલે રોહિત શર્મા કરતા ઘણો પાછળ છે. રોહિતે ૧૨૫ મેચ રમી છે જ્યારે વિરાટ અત્યાર સુધી માત્ર ૯૭ ટી૨૦ મેચ રમ્યો છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂકેલા વર્લ્‌ડ ચેમ્પિયન કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ પણ વિરાટ કરતા વધુ મેચ રમી છે. ધોનીએ ૯૮ ્‌૨૦ મેચ રમીને પોતાની કારકિર્દી પૂરી કરી.

Previous articleઅજયે થોટી મિનિટોના રોલ માટે ૧૧ કરોડ ચાર્જ કર્યા
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે