ઓખ્તિરકા સૈન્ય બેસ પર હુમલામાં ૭૦ યુક્રેની સૈનિકોનાં મોત થયાં

64

કિવ પર કબજા માટે ફાઈનલ જંગ શરૂ, રશિયન સેનાએ ઘરો પર બોમ્બ વરસાવ્યા
કીવ,તા.૨
રશિયા અને યુક્રેન વચ્ચે જંગ હવે છઠ્ઠા દિવસમાં પ્રવેશી ચૂકી છે. રશિયાની સેના યુક્રેનની રાજધાની કિવ પર બોમ્બ વરસાવી રહી છે જ્યારે ખારકિવમાં ભારે સંઘર્ષ ચાલુ છે. આ બધા વચ્ચે રાષ્ટ્રપતિ વોલોદિમિર જેલેન્સ્કીએ કહ્યું કે આગામી ૨૪ કલાક યુક્રેન માટે કપરા છે. રિપોર્ટ્‌સ મુજબ રશિયાના હુમલામાં યુક્રેનના ૩૫૨ સામાન્ય નાગરિકોના મોત થયા છે. જેમાં ૧૪ બાળકો પણ સામેલ છે. રશિયન સૈનિકોએ યુક્રેનની રાજધાની કિવને ચારેબાજુથી ઘેરી લીધી છે. હવે કિવ પર કબજાની ફાઈનલ જંગ શરૂ થઈ ગઈ છે. કહેવાય છે કે રશિયન સેનાએ કિવમાં ઘરો પર બોમ્બ વરસાવ્યા છે. કહેવાય છે કે યુક્રેનના ઓખ્તિરકા સૈન્ય બેસ પર રશિયાની સેનાનો મોટો હુમલો થયો છે. આ હુમલામાં ૭૦થી વધુ યુક્રેની સૈનિકો માર્યા ગયા હોવાના અહેવાલ છે. યુક્રેનના ઓખ્તિરકામાં રશિયાની સેનાએ મિલિટ્રી બેસ પર મોટો હુમલો કર્યો છે. રશિયન સેનાના હુમલામાં ૭૦ યુક્રેની સૈનિકોના મોત થયા છે. યુક્રેનના નાગરિકોએ રશિયન સેના પર જવાબી હુમલો કર્યો છે. રશિયાની સેનાની ટેંક પર પેટ્રોલ બોમ્બ પર હુમલો કર્યો છે. રશિયન સેનાના હુમલા સતત ચાલુ છે. આ બધા વચ્ચે યુક્રેનના ખારકિવમાં જોરદાર ધડાકો થયો છે. ધડાકાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. ડિઝની કંપનીએ નક્કી કર્યું છે કે તે હવે રશિયામાં પોતાની કોઈ પણ ફિલ્મ રિલીઝ નહીં કરે. યુક્રેન-રશિયા યુદ્ધ પર નોર્થ કોરિયાએ ચૂપ્પી તોડી છે. નોર્થ કોરિયાએ હાલાત માટે અમેરિકાને જવાબદાર ઠેરવ્યું છે. નોર્થ કોરિયાએ કહ્યું કે પશ્ચિમી દેશોએ રશિયાની યોગ્ય માગણીઓને નજરઅંદાજ કરી. પશ્ચિમી દેશોએ પોતાની તાકાતનો ખોટો ઉપયોગ કર્યો. યુક્રેન-રશિયામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ગ્લોબલ કંપની મેટાએ મોટી જાહેરાત કરી છે. મેટાએ રશિયાના સરકારી મીડિયા પર પ્રતિબંધ લગાવી દીધો છે. સ્ીંટ્ઠ એ ફેકન્યૂઝ ફેલાવવાનો આરોપ લગાવ્યો છે. સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકી મિશનના પ્રવક્તા ઓલિવિયા ડાલ્ટને ૧૨ રશિયન રાજનયિકોને નિષ્કાસિત કરવાના નિર્ણય પર કહ્યું કે અમે રશિયન મિશનથી તે ૧૨ લોકોને નિષ્કાશિત કરવાની પ્રક્રિયા શરૂ કરી રહ્યા છે જેમણે જાસૂસી ગતિવિધિઓમાં સંલિપ્ત રહીને અમેરિકામાં નિવાસના પોતાના વિશેષાધિકારોનો દુરઉપયોગ કર્યો છે. તેમણે કહ્યું કે જાસૂસી ગતિવિધિઓ અમારી રાષ્ટ્રીય સુરક્ષાને પ્રતિકૂળ છે. અમે આ કાર્યવાહી સંયુક્ત રાષ્ટ્ર મુખ્યાલયની સમજૂતિ મુજબ કરી રહ્યા છીએ. આ કાર્યવાહી અનેક મહિનાઓથી ચાલુ છે

Previous articleકોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ૧૦૫ રૂપિયાનો જંગી વધારો થયો
Next articleભારતમાં લોકો સહન ન કરી શકે તેવી આત્યધિક ગરમી-ભેજ નોંધાશે