ભાવનગરમાં સહકારી ક્ષેત્રે પગપેસારાથી સમગ્ર રાજયમાં ભાજપના નવા અધ્યાયનો પ્રારંભ

281

એક માત્ર ભાવનગરમાં સત્તા વંચિત ભાજપને સહકારી ક્ષેત્રે શાસન ધૂરા સંભાળવામાં આખરે મળી સફળતા
એક માત્ર ભાવનગર સહકારી બેંકમાં સત્તા મેળવવાથી દુર રહેલ ભાજપનું સ્વપ્ન આખરે ડિસ્ટ્રીક બેંકમાં ભવ્ય વિજય સાથે પૂર્ણ થયું છે, આ સાથે સહકારી ક્ષેત્રે ભાજપની પકડ વધુ મજબૂત બની છે અને હવે નવો અધ્યાય શરૂ થયો છે. ભાવનગરની જીતથી પ્રદેશ મોવડી મંડળ ખુશખુશાલ જણાયું હતું. કોંગ્રેસના પરિવાર વાદ અને ખેડૂત વિરોધી નીતિને ભાજપે પોતાના વિજયનો શ્રેય ગણાવ્યો હતો.! ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ પાટીલના માર્ગદર્શન હેઠળ ગુજરાત પ્રદેશ સહકારીતા સેલના વડા બીપીનભાઇ પટેલ (ગોતા)ના સંકલનથી ભારતીય જનતા પાર્ટી સહકારી ક્ષેત્રે ચૂંટણીમાં વધુને વધુ સંસ્થાઓમાં ભવ્ય વિજય પ્રાપ્ત કરી રહી છે. તાજેતરમાં યોજાયેલ ભાવનગર જિલ્લા સહકારી બેંકમાં ભવ્ય વિજય સાથે ભારતીય જનતા પાર્ટીનો પ્રથમ વખત ગુજરાત રાજ્યની તમામ જિલ્લા સહકારી બેંકો પર ભગવો લહેરાયો છે. ભાવનગર સહકારી બેંકમાં સ્પષ્ટ બહુમતી સાથે વિજય થવાથી કોંગ્રેસ પાસે રહેલી એકમાત્ર બેંક પણ ભારતીય જનતા પાર્ટીએ કબ્જે લેતા સહકારી ક્ષેત્રે હવે નવો અધ્યાય શરૂ થયો છે. ૨૦ વર્ષ બાદ ભાવનગર જિલ્લા સહકારી બેંક પર ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય વિજય પ્રાપ્ત કરેલ છે. ભાવનગર ડીસ્ટ્રીક્ટ બેન્કની ચૂંટણીમાં ૨૦ વર્ષથી ચેરમેન પદ ભોગવી રહેલ નાનુભાઇ વાઘાણીની તેમજ તેમના પુત્ર મનન નાનુભાઇ વાઘાણીની હાર થતા આ ચૂંટણીમાં કોંગ્રેસની ખેડૂત વિરોધી વિચારધારા તેમજ પરિવાર વાદને કારણે કોંગ્રેસનો રકાસ થયાનું ભાજપે જણાવ્યું હતું. તાજેતરમાં પણ ચંટણી હાઇકોર્ટના નિર્દેશ અનુસાર જ યોજાયેલ છે. જેમાં છેલ્લા કેટલાય વર્ષોથી કેન્દ્રની સરકાર તેમજ ગુજરાતની રાજ્યની ખેડૂતલક્ષી યોજનાઓ ખેડૂતો સુધી ન પહોંચાડવાને કારણે ભાવનગર જિલ્લાના ખેડૂતોમાં ભારે નારાજગી હતી અને એ નારાજગી તાજેતરના આ બેંકના પરિણામો ઉપરથી જોઇ શકાય છે તેમ ઉમેર્યું હતું.

Previous articleધાંધલ ધમાલ વચ્ચે જિ.પંચાયતનું ૪૧૮ કરોડનું પુરાંતલક્ષી બજેટ મંજૂર
Next articleશહેરમાં નોંધાયેલા કરતા વધુ ૧૬૬ બાળકોને પોલીયોથી રક્ષિત કરાયા